Stock Market

સ્ટોક માર્કેટની વાત કરવામાં આવે તો નિફ્ટી 50 માં માર્કેટ ચાર દિવસમાં પાંચ ટકા ઉઠયું છે. 1000 થી વધુ પોઇન્ટ નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે માર્કેટ 21,743 થી ઊઠીને 22,828 પર બંધ થયું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે ખરેખર આ માર્કેટ તેજીની રાહ પકડી રહ્યું છે.

તો સાવધાન આ એક ટ્રેપ છે. કારણ કે આવનારા સમયમાં માર્કેટ પડવાની મોટી સંભાવના છે. અને તે બોટમ લગાવી શકે છે. જે 2 1,250 સુધી જઈ શકે છે. હવે તમને એ પ્રશ્ન પણ થશે કે આ કઈ રીતે પરંતુ આ કેટલાક એનાલિસિસ અને ખાસ કરીને ચાર્ટ પણ બની રહેલી સ્થિતિને જોઈને આ જાણવા મળી રહી છે.

હવે સવાલ એ છે કે માર્કેટમાં બુલ રન ફરી આવી રહ્યો છે? તો જવાબ છે સાવધાન.. હોશિયાર આ એક ટ્રેપ છે અને હજી બુલ રન વિચારીને જો એન્ટ્રી કરી તો મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. અને બુલ રનની આ એન્ટ્રીમાં ફસાઈ શકો છો.

હવે આવું કેમ તે સમજીએ તો હજી સુધી નિફ્ટી 50 ના daily ટાઈમ ફ્રેમ ચાર્ટ પર એવા ખાસ સીગ્નલ નથી આપ્યા. આના સિવાય બાકી તમામ ટેકનિક્સ અને ઇન્ડિકેટર આ તરફ ઈશારો કરે છે. કે હજી રાહ જુઓ.

Nifty50 ની વાત કરવામાં આવે તો આના પર સેલનું સિગ્નલ 27 માર્ચ 2025 એ આવ્યું હતું. ત્યારથી માર્કેટ સતત પાંચ દિવસ પડ્યું. અને લગભગ સાડા અઢારસો જેટલું નીચે પડ્યું. જે 21,743 છે.

ત્યારથી માર્કેટ ફરીથી ઉપર આવ્યું એટલે કે 21,743 પર સ્ટ્રોંગ સપોર્ટ છે પરંતુ માર્કેટ ઉપરથી સંકટ હજી ટળ્યું નથી. તેવામાં માર્કેટ એક બે દિવસ તેજીની બાદમાં ફરીથી મંદીમાં ધકેલાઈ શકે તેવી શક્યતાઓ છે.

આ વખતે માર્કેટ પડવાને લઈને 21,100 થી લઈને 21,200 સુધી જઈને ફરી ભૂલ રનની તરફ ફરવાની શક્યતા છે. ટેકનીકલ ઇન્ડિકેટર અનુસાર આ જ 21200 નું લેવલ હાલની સ્થિતિમાં નિફ્ટીનું બોટમ હોય શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

 

Share.
Exit mobile version