Team India : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા ભારતીય ટીમ સામે સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયન ટીમનો હશે. આ વર્ષે ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 રમવા ઓસ્ટ્રેલિયા જશે. આ ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમો વચ્ચે 5 મેચ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને લઈને ભારતીય ટીમ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ગત વખતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પરંતુ હવે આ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે જેનાથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન થોડું વધી ગયું છે.
‘ઓસ્ટ્રેલિયા જીતશે’.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરGeoff Lawsને બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને કહ્યું કે બંને ટીમોએ ઘણી હરીફાઈ કરી છે. ઓસ્ટ્રેલિયામાં પણ ભારતને જીતનો અનુભવ છે. જે ટીમ ઈન્ડિયાને માનસિક દબાણમાં નહીં આવવા દે. શ્રેણીના વિજેતાની પસંદગી કરવી એટલી સરળ નથી, પરંતુ આ વખતે મને ઓસ્ટ્રેલિયાની ટીમ માટે 3-2થી વિજયની આશા છે. મને નથી લાગતું કે આ સિરીઝમાં કોઈપણ મેચ ડ્રો થશે.
THE BGT COUNTDOWN BEGINS…!!!
– 100 days left for one of the greatest Test series to kick off. India won the previous 4 Border Gavaskar Trophy, it's time to add one more series win in Australia. 🇮🇳pic.twitter.com/PiZ5oAuuKN
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024
ગત વખતે ટીમ ઈન્ડિયા જીતી હતી.
છેલ્લી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે આ શ્રેણીની ગાબા ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. આ વખતે આ જવાબદારી રોહિત શર્માના ખભા પર હશે.
Border-Gavaskar Trophy Winners (1996-2023)🏏🏆
Who will win BGT 2024-25?🤔
India🇮🇳 or Australia🇦🇺 pic.twitter.com/zxYkDgJMCT
— CricketGully (@thecricketgully) August 21, 2024
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024માં રોહિત શર્મા ભારતીય ટીમની કપ્તાની કરશે. તમને જણાવી દઈએ કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 પહેલા ભારતીય ટીમ ઘરઆંગણે બે ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. પ્રથમ શ્રેણીમાં બાંગ્લાદેશ સાથે 2 ટેસ્ટ શ્રેણી રમાશે જ્યારે બીજી શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સાથે 3 ટેસ્ટ મેચ રમાશે.