સુરતના અમરોલી વિસ્તારમાં ગરબા બાબતે ઝઘડો થતા સગા બે ભાઈઓની હત્યા કરી દેવામાં આવી છે. કોસાડ આવાસ ખાતે શેરીમાં ગરબા ચાલુ રહ્યા હતા ત્યારે પાર્કિંગને લઈને ત્યાં જ ત્રણ ઈસમો જાેડે બોલાચાલી થઈ હતી. ઝગડા બાદ ફરી ત્રણ ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને રાહુલ નામના યુવક બંને ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરી ઘા ઝીંકી હત્યા ફરાર થઈ ગયા હતા.
સુરતના અમરોલી આવાસમાં સુખલાલ પિંપળે તેના બે પુત્ર પુત્રવધુ અને પૌત્ર સાથે રહે છે. ત્યારે ગત મોડી રાત્રે સુખલાલ પીપળીનો આખો પરિવારનો માળો એકઝાટકે વિખેરાઈ ગયો હતો. તેના બંને જુવાનજ્યોત દીકરાના એક જ સાથે મોત થતા પિતા આઘાતમાં મુકાઈ ગયા હતા. ઘટનામાં ૨૮ વર્ષીય મોટો દીકરો રાહુલ પીપળેના પરિવારમાં પત્ની અને એક નાનો પુત્ર છે. તે પિતાની સાથે મોચી કામ કરે છે. જ્યારે ૨૩ વર્ષીય પ્રવીણ પીપળે હીરાની કંપનીમાં નોકરી કરતો હતો. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રના બુલદાનાના વતની છે અને વર્ષોથી સુરતમાં અમરોલી વિસ્તારના આવાસમાં સાથે રહે છે.
ગઈકાલે મહાઅષ્ટમીની રાતે સુરતમાં સગા બે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બન્ને ભાઈ ગરબે રમતા હતા ત્યારે કેટલાક શખસો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો. બાદમાં બન્ને ભાઈને ૩ શખસે છરીથી રહેંસી નાખ્યા હતા. આ ઘટનામાં મોટાભાઈને બચાવવા જતા નાના ભાઈની પણ હત્યા કરી દેવામાં આવી હતી. રાહુલ પીપળે સાથે કેટલાક યુવકો ઝઘડો કરતા હતા, ત્યારે આ દરમિયાન તેનો નાનો ભાઈ પ્રવીણ પણ વચ્ચે પડ્યો હતો. અને મોટાભાઈ સાથે ઝઘડો કરનાર યુવકો સાથે માથાકૂટ કરી હતી. જેને લઇ હુમલાખોરોએ તીક્ષણ હથિયાર વડે બંને સગા ભાઈ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને ભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. જાેકે બન્નેનાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ૩ શખસની અટકાયત કરી લીધી છે. મૃતકના પરિવારો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.