Google Pixel 9 Pro : Google Pixel સ્માર્ટફોન પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ગૂગલ ભારતમાં Pixel 9 સીરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ગૂગલ આગામી સિરીઝમાં બે સ્માર્ટફોન ગૂગલ પિક્સેલ 9 પ્રો અને ગૂગલ પિક્સેલ 9 પ્રો ફોલ્ડ લોન્ચ કરશે. કંપનીએ બંને ફોનની ભારતમાં લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. કંપનીએ Pixel 9 Pro Fold નો ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યો છે.

તમને જણાવી દઈએ કે ગૂગલ ઓગસ્ટ મહિનામાં તેની મોટી ઈવેન્ટ મેડ બાય ગૂગલનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 13મી ઓગસ્ટે યોજાશે. કંપની આ ઇવેન્ટમાં Pixel 9 સીરીઝ લોન્ચ કરશે. આ ઈવેન્ટ પહેલા જ કંપનીએ આગામી સીરિઝનો ઓફિશિયલ ટીઝર વીડિયો પણ રિલીઝ કર્યો છે. તમને જણાવી દઈએ કે 13 ઓગસ્ટે ગૂગલ પિક્સેલ 9 સીરિઝને વૈશ્વિક સ્તરે લોન્ચ કરશે, જ્યારે એક દિવસ પછી એટલે કે 14 ઓગસ્ટે ભારતમાં તે દસ્તક આપશે.

ટીઝર વીડિયોમાંથી Pixel 9 Pro અને Pixel 9 Pro ફોલ્ડનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. Pixel 9 Pro Fold ના દેખાવ અને ડિઝાઇને ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. આ વખતે ગૂગલ પાવરફુલ AI ફીચર્સ સાથે Pixel 9 સિરીઝ રજૂ કરી શકે છે.

ટીઝર વિડિયો અનુસાર, Google સફેદ કલર વિકલ્પ સાથે Pixel 9 Pro ઓફર કરી શકે છે. તેની પાછળની પેનલમાં પીલ શેપમાં કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે જેમાં ટ્રિપલ કેમેરા સેન્સર ઉપલબ્ધ હશે. કંપનીએ કેમેરા સેન્સરની નજીક LED ફ્લેશ લાઇટ અને તાપમાન સેન્સર આપ્યું છે. ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ બટન આપવામાં આવ્યું છે.

Pixel 9 Pro ફોલ્ડની ડિઝાઇન.

ગૂગલ પિક્સેલ 9 પ્રો ફોલ્ડમાં ગ્રાહકોને ખૂબ જ અનોખી ડિઝાઇન મળશે. ટીઝર વીડિયોમાં Pixel 9 Pro Fold સફેદ કલર વિકલ્પ સાથે બતાવવામાં આવ્યો છે. જો કે બીજા પોસ્ટરમાં તેનો બ્લેક કલર ઓપ્શન પણ સામે આવ્યો છે. પિક્સેલ 9 ફોલ્ડના આગળના

ભાગમાં પંચ હોલ કટ ડિઝાઇન જોઈ શકાય છે. તેની પાછળની પેનલમાં એક લંબચોરસ મોડ્યુલ છે જેમાં તમને વળાંકવાળા ખૂણાઓ મળશે. આ મોડલમાં તમને ચાર કેમેરા મળશે. આમાં તમારી ઉપર બે કેમેરા સેન્સર છે અને નીચે બે કેમેરા સેન્સર છે.

Share.
Exit mobile version