ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિટનેસથી બધાના દિલ જીતી લીધા છે. કોહલીએ ફિટનેસ ટેસ્ટમાં ૧૭.૨નો સ્કોર મેળવ્યો છે. તેણે પોતે ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી હતી. આ ફોટોમાં તે આરામથી જમીન પર બેઠો છે. આ સાથે કોહલીએ લખ્યું “યોયો ટેસ્ટ પૂર્ણ કરવા માટે ખુશ” આ સાથે કોહલીએ યોયો ટેસ્ટમાં પોતાનો સ્કોર પણ શેર કર્યો હતો.મળેલા અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે દરેક ખેલાડીએ યોયો ટેસ્ટમાં ઓછામાં ઓછો ૧૬.૫ સ્કોર કરવો જરૂરી છે. જાે આનાથી ઓછો સ્કોર હશે તો ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં.
મોહમ્મદ શમી, સંજુ સેમસન અને વરુણ ચક્રવર્તી જેવા ઘણા ખેલાડીઓ યોયો ટેસ્ટમાં નાપાસ થયા છે. યુવરાજ સિંહ, અંબાતી રાયડુ અને સુરેશ રૈના પણ યોયો ટેસ્ટમાં ફેલ થયા હતા.વિરાટ કોહલી હવે એશિયા કપમાં ભારત તરફથી રમતો જાેવા મળશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ૨ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારતે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ રમવાની છે અને ૫ ઓક્ટોબરથી ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં પણ ભાગ લેશે. આ તમામ ટૂર્નામેન્ટ અને મેચોના સંદર્ભમાં વિરાટની ફિટનેસ અને ફોર્મ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.