અમદાવાદમાં બનેલ ઓગણજ લૂંટ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યા છે. ત્યારે સોલામાં ટ્રાફિક પોલીસે કરેલા તોડકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવો પરીપત્ર જાહેર કર્યો છે. પોલીકર્મીઓને છ મુદ્દાની સૂચના આપતો પરીપત્ર જાહેર કરાયો છે. જેમાં શહેરની પોલીસને ખાસ સૂચનાઓનો અમલ ફરજિયાતપણે કરવાનું જણાવાયું છે.

સોલામાં ટ્રાફીક પોલીસ દ્વારા તોડ કરવાના ગંભીર મુદ્દા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમલવારી પત્ર જાહેર કરાયો છે. કુલ ૬ મુદ્દા સાથેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાઇટ દરમિયાન પોલીસ અધિકારી કર્મચારી નેમ પ્લેટ સાથે સંપૂર્ણ ડ્રેસમાં રહેવું. નાઇટમાં પોતાને ફાળવેલ પોઇન્ટ પર જ પોલીસ કર્મીએ હાજર રહેવું. નાઇટમાં નાગરિકને ખોટી રીતે હેરાન કરનાર સામે તાત્કાલિક પગલાં લેવા સહિતના અનેક મુદ્દાઓનો તેમાં સમાવેશ કરાયો છે. સોલા તોડકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી. જેના બાદ પોલીસને મહત્વના નિર્દેશ કર્યાં છે. હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસ એરપોર્ટ, રેલવે સ્ટેશન જેવી જગ્યાઓએ ફરજિયાત યુનિફોર્મ પહેરશે. તેમજ યુનિફોર્મ પર ફરજિયાત નેમપ્લેટ લગાવેલી હોવી જાેઈએ.

યુનિફોર્મ અને નેમપ્લેટ વગર પોલીસ રાત્રે ડ્યુટી નહીં કરી શકે. તથા મહિલાઓ માટે સ્પેશિયલ સુરક્ષાની જરૂર હોવાનું કોર્ટને લાગ્યું હતુ. જેથી મહિલા પોલીસ ઓફિસરને પણ રાત્રે ડ્યુટી સોંપવા જણાવ્યું હતું. કોર્ટે પોલીસને મહિલા ઓફિસરોની સુરક્ષાનું ધ્યાન રાખવા પણ ટકોર કરી હતી. સાથે જ આવનારા સમયમાં આવતા તહેવારોને લઈને પોલીસને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા જણાવ્યું હતું. આ કેસમાં આગામી ૨૦ સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં રાત્રિ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે આ બાબતનો ફાયદો ઉઠાવીને એક દંપતી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી. અંતે ૬૦ હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી છ્‌સ્માંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા.

Share.
Exit mobile version