વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ ભારતની યજમાનીમાં ૫ ઓક્ટોબરથી શરુ થશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. ક્રિકેટ ફેન્સ ભારતીય ટીમ પાસેથી વર્લ્ડ કપ ૨૦૨૩માં આવા જ પ્રદર્શનની આશા કરી રહ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ ૨૦૧૯માં ૫ સદી ફટકારી હતી, જે એક સિઝનમાં સૌથી વધુ હતી. રસપ્રદ વાત તો એ છે કે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતીય બેટ્‌સમેનોએ સૌથી વધુ સદી ફટકારી છે.

ભારતીય બેટ્‌સમેનો અત્યાર સુધી વનડે વર્લ્ડ કપમાં ૩૨ સદી ફટકારી ચુક્યા છે. જયારે ૫ વખતની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા ૩૧ સદી સાથે બીજા નંબરે છે. શ્રીલંકાની ટીમ ૨૫ સદી સાથે લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ૧૮ સદી સાથે ચોથા અને ન્યુઝીલેન્ડ ૧૭ સદી સાથે પાંચમાં નંબરે છે. આ લિસ્ટમાં વર્લ્ડ કપ ૨૦૨૩માં ભાગ લેનારી ટીમોને જ સામેલ કરવામાં આવી છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ટીમ
• ભારત- ૩૨
• ઓસ્ટ્રેલિયા- ૩૧
• શ્રીલંકા- ૨૫
• ઈંગ્લેન્ડ- ૧૮
• ન્યુઝીલેન્ડ- ૧૭
• પાકિસ્તાન- ૧૬
• દક્ષિણ આફ્રિકા- ૧૫
• બાંગ્લાદેશ- ૫
• નેધરલેન્ડ- ૪
• અફઘાનિસ્તાન- ૦

પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને હાલ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપમાં સંયુક્ત રૂપથી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્‌સમેન છે. બંને ખેલાડીઓએ ૬ સદી ફટકારી છે. રોહિતે વનડે વર્લ્ડ કપ ૨૦૧૯માં ૫ સદી ફટકારી હતી.

Share.
Exit mobile version