બનાસકાંઠા GIDC માંથી ભેળસેળ યુક્ત મરચુ મળી આવ્યું છે. વેપારી મરચામાં કલરની ભેળસેળ કરે છે તેવી બાતમીનાં આધારે રેડ પાડી હતી. મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે. પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડરનુ ઉત્પાદન કરતું હતું. અંદાજે ૬ લાખની કિંમતનો ૨૧૦૦કિલો જથ્થો જપ્ત કરાયો છે.અગાઉ ડીસા ખાતે તપાસ દરમિાન હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ માંથી રૂ.૪૬,૪૪૦ કિંમતનો ૨૬૦ કિ.ગ્રામ જથ્થો તેમજ જય ગોગા ગૃહ ઉદ્યોગમાંથી પણ રૂ ૧૧૨૦૦ કિંમતનો ૩૦ કિ.ગ્રામ જથ્થો સિઝ કરાયો છે. આ નમૂનામાંNon permitted oil soluble pink and orange colour તેમજ ઘઉંના લોટની ભેળસેળ જાેવા મળી છે. જેની સામે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ખોરાક ઔષધનિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખાદ્યચીજાેના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.

કોશિયા એ ઉમેર્યું કે, તાજેતરમાં પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો બનાસકાંઠા જી.આઇ.ડી.સી ખાતેથી નિલેશભાઇ ગોપાલદાસ મોદી દ્વારા પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન થતું જાેવા મળી આવ્યું હતું. આ વેપારી મે. મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને મસાલાનો ધંધો /વેપાર કરે છે.આ વેપારી મરચા માં કલર ની ભેળસેળ કરે છે તેવી તંત્ર ને મળેલ બાતમી નાં આધારે રેડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ ટેસ્ટીંગ કીટની મદદ થી સ્થળ ઉપર ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું જણાયું હતું.આ દેશી લુઝ મરચુ પાઉડરનો નમૂનો લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે,જ્યારે બાકીનો અંદાજીત કિંમત રૂ. ૬ લાખની કિંમતનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Share.
Exit mobile version