રાજકોટ શહેરમાં એક યુવકના સ્ટેટસને લઈને ચકચાર મચી છે. યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને પોલીસ દોડતી થઈ છે તો બીજી તરફ પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હકિકતમાં રાજકોટમાં એક યુવકે, ‘આજી ડેમમાં મરવા જાવ છું’ એવું સ્ટેટસ મુક્યું હતું અને હવે આ યુવક સ્ટેટસ મુક્યા બાદ ગુમ થઈ ગચો છે. તેમણે એમ પણ લખ્યું કે, “છેલ્લા રામ રામ, આજીડેમમાંથી મારી લાશ મળશે, પોલીસ સાહેબ કોઈને હેરાન ન કરતા”. આમ યુવકે મોબાઈલમાં ૩ સ્ટેટસ મુકી ઘરેથી ગુમ થઈ ગયો છે. સોરી મમ્મી મને માફ કરી દે જે હું દુનિયા છોડીને જાન છું મારા ગયા પછી ચિંતા નો કરતી તારું ધ્યાન રાખજે મમી. મારી લાસ તમને આજી ડેમમાંથી મળી જશે હું પડવા જાઉ છું. મારા ગયા પછી મારી છોકરીનું ધ્યાન રાખજે મારી મમી ઓકે સોરી મને માફ કરી દે જે છેલા રામ રામ સોરી. …આજ રોજ હું આત્મ હત્યા કરુ છું. મારા મરવા પાછળ કોઈ કારણ નથી ઓકે મારા ગયા પછી પોલિશ સાહેબ તમને વિનંતી હે કે કોઈને હેરાન નો કરતા ઓકે મારી લાશ તમને આજી ડેમમાંથી મળી જશે, મારા મોત કારણ હું ખુદ છું કોઈને હેરાન નો કરતા ઓકે. હું દુનિયા છોડીને જાવ છું સોરી સોરી મારા બધાય ફ્રેન્ડને મારા છેલા રામ રામ રામ રામ. જય શ્રી રામ હર હર મહાદેવ જય માતાજી.
મારા ઘરના ફેમીલી મને માફ કરી દે જાે હું દુનિયા છોડીને જાવ છું મારા ગયા પછી મારી છોકરીને મારા મમ્મીનું ધ્યાન રાખજાે હું જિંદગી થાકી ગયો છું મને માફ કરી દેજાે મારી લાસ આજી ડેમમાંથી મળી જશે. હું પડવા જાવ છું. સોરી સોરી સરવૈયા પરિવારનું ફેમિલી સોરી મને માફ કરી દેજાે, સંજય ભાઈ સરવૈયા મોટી ભાઈ ઈંભાવનાબેન મોટી બેન શૈલેશ ભાઈ સરવૈયા મોટા બાપા સોનલબેન મોટી બેન તુષારભાઈ, સરવૈયા મોટી માં ઈંસંગીતા મારી વાઈફ સોનલ, સરવૈયા. મોટા ભાભી ઈંજીયા સરવૈયા છોકરી પરભા બેન મારા મમી ઈંઈસિકા સરવૈયા છોકરી મને માફ કરજાે સોરી છેલા રામ રામ જયશ્રી રામ હર હર મહાદેવ જય માતાજી. સોરી સોરી
‘આજી ડેમમાં મરવા જાવ છું’ તેવું સ્ટેટ્સ મૂકી યુવાન ગુમ થઈ જતા શોધખોળ હાથ ધરાઈ છે.
પોલીસ -ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. આત્મહત્યા કરવા જવા અંગેનું સ્ટેટસ મુકનાર યુવકનું નામ જગદીશ સરવૈયા છે. જગદીશે આજી નદીના ફોટા પણ સ્ટેટ્સમાં અપલોડ કર્યા છે. હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત પરિવાર પર ચિંતામાં ડૂબી ગયો છે. જાે કે, આ યુવકે આ રીતનું સ્ટેટસ ક્યા કારણે મુક્યું તેની માહિત સામે આવી નથી. હવે પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવક ક્યા કારણે પોતાના જીવનનો અંત આણવા માગતો હતો.