સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં મંદી પર બ્રેક લાગી હતી. છેલ્લા બે દિવસમાં ૧૩૦૦થી વધુ પોઈન્ટના બોલેલા કડાકા બાદ આજે શેરબજાર સુધારા સાથે બંધ રહ્યું હતું. આજના કારોબારમાં આઈટીશેર વધ્યા હતા, જ્યારે ઓટો શેર ઘટ્યા હતા. આજના કારોબારી દિવસના અંતે રોકાણકારોની સંપત્તિ વધીને ૩૦૪.૦૪ લાખ કરોડ થઈ હતી, જે ગુરુવારે ૩૦૨.૩૯ લાખ કરોડ રૂપિયા હતું. બીએસઈ પર ઝોમાટો, આઈઆરએફસી, એસબીઆઈ, ઈન્ફોસિસ અને એચડીએફસી બેંક સૌથી વધુ એક્ટિવ રહ્યા હતા.

આજના કારોબારી દિવસના અંતે સેન્સેક્સ ૪૮૦.૫૭ પોઇન્ટના વધારા સાથે ૬૫૭૨૧.૨૫ પોઇન્ટ અને નિફ્ટી ૧૩૫.૩૫ પોઇન્ટના વધારા સાથે ૧૯૫૧૭.૦૦ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટીમાં પણ ૩૬૬ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. આજે ૨૧૭૭ શેર વઝ્‌યા, ૧૨૯૬ શેર ઘટ્યા અને ૧૩૯ શેર યથાવત રહ્યા હતા.
આઈટી અને બેંકિંગ શેર્સમાં ખરીદી નીકળતાં ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો. જેના કારણે બે દિવસ બાદ માર્કેટમાં સુધારો જાેવા મળ્યો હતો. મિડકેપ શેર્સમાં પણ ખરીદ જાેવા મળી હતી.

આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ જેવા સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો અને એફએમસીજી શેરોમાં ઘટાડો જાેવા મળ્યો હતો. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદી જાેવા મળી. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૦ વધ્યા અને ૨૦ નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૮ વધ્યા અને ૧૨ નુકસાન સાથે બંધ થયા. સિપ્લા, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ભારતી એરટેલ નિફ્ટીના ટોચના વધનારા શેર્સ હતા. જ્યારે એસબીઆઈ, બજાજ ઓટો, બીપીસીએલ, એનટીપીસી અને મારુતિ સુઝુકી ટોચના ઘટનારા શેર્સ હતા. ફાર્મા અને આટી સેક્ટર ૧ ટકા સુધી વધ્યા હતા. જ્યારે બેંક, મેટલ, કેપિટલ ગુડ્‌સ અને મેટલમાં ૦.૫ ટકા સુધી વધારો થયો હતો. જ્યારે ઓટો અને પાવર સેક્ટરમાં ઘટાડો થયો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં ૦.૬ ટકા સુધી વધારો થયો હતો.

શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૦૪.૦૪ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ગયા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. ૩૦૨.૩૯ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૬૫ લાખ કરોડનો ઉછાળો જાેવા મળ્યો છે. આજના કારોબારી દિવસની શરૂઆત વધારા સાથે થઈ હતી. આજે સેન્સેક્સ ૨૫૭.૦૫ પોઈન્ટ વધારા સાથે ૬૫,૪૯૭.૭૩ ના સ્તર પર અને નિફ્ટી ૮૧.૧૦ પોઈન્ટ વધીને ૧૯,૪૬૨.૮૦ પર પહોંચ્યો હતો.

Share.
Exit mobile version