મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા બે માસથી પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં જઈને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપ મહિલાઓએ કર્યા છે. રોષે ભરાયેલી મહિલાઓએ સરપંચ અને ઉપસરપંચના રાજીનામાની પણ માગણી કરી છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો છે. નિયમિત પાણી મળતું ન હોવાથી ગામની તમામ મહિલાઓએ ગ્રામ પંચાયતમાં ધામા નાખ્યા છે. વારંવારની રજૂઆતો અને ફરિયાદો છતાં પાણી નહીં મળતા આખરે મહિલાઓએ ગ્રામ પંચાયતમાં તાળાબંધી પણ કરી છે.મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા બે માસથી પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં જઈને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપ મહિલાઓએ કર્યા છે. રોષે ભરાયેલી મહિલાઓએ સરપંચ અને ઉપસરપંચના રાજીનામાની પણ માગણી કરી છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે સરપંચ અને ઉપસસપંચ મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.