ટાઈટેનિકના કાટમાળની સફર માટે ગયેલી સ્મોલ સબમરિન મિસિંગ હતી. આ અંગે ઘડિયાળના કાંટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. તેવામાં ેંજી કોસ્ટ ગાર્ડે ગુરુવારે જણાવ્યું કે ૫ ટૂરિસ્ટ સાથે જે સબમરિન ગુમ થઈ ગઈ હતી એની તપાસ દરમિયાન ટાઈટેનિક પાસે અમને કાટમાળ મળી આવ્યો છે. જાેકે આ અંગે હજુ સુધી પુષ્ટિ નથી થઈ કે આ વ્રેકેજ જે છે એ ્‌ૈંટ્ઠહનો છે. જાેકે ઓફિશિયલ્સ એવી ધારણા કરી રહ્યા છે કે આ કાટમાળ ટાઈટનનો હોઈ શકે છે. ગુરુવારે સતત ચાલતા સર્ચ ઓપરશેનને ૯૬ કલાક પસાર થઈ ગયા હતા. જેમાં સંભવિત રીતે અનુમાન લગાવાઈ રહ્યું હતું કે સ્મોલ સબમરિનની અંદરથી ઓક્સિજન પૂરો થઈ ગયો હશે. ટાઈટેનિકની સ્મોલ સબમરિન સફર પર નીકળી ત્યારથી લઈને ૪ દિવસ સુધી ઓક્સિજનનો પુરવઠો એમાં હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું હતું. જાેકે અધિકારીઓએ જણાવ્યું કે આ સ્પષ્ટપણે ન કહી શકાય કે અંદર ઓક્સિજન નહીં હોય. કારણ કે જાે મુસાફરોએ કાળજી પૂર્વક શ્વાચ્છોશ્વાસ કર્યા હશે તો પુરવઠો બચી પણ શકે છે. જાેકે દ્વિપક્ષીય અનુમાનો લગાવાઈ રહ્યા હતા કે શું સ્મોલ સબમરીન ક્રેશ થઈ ગઈ છે કે પછી અંદર ઓક્સિજનનો પુરવઠો સમાપ્ત હજુ નથી થયો અને લોકો જીવીત હોઈ શકે છે. આ વચ્ચે ટાઈટેનિક જહાજનો એક ભાગનો કાટમાળ વિખેરાયેલો જાેવા મળતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે અહીં વિસ્ફોટ થયો હોઈ શકે. એટલું જ નહીં ત્યારપછી રિપોર્ટ્‌સ પ્રમાણે જાેવા જઈએ તો લગભગ તમામ ૫ લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. એટાન્ટિક મહાસાગરમાં સબમર્સિબલને વિસ્ફોટના કારણે ભયંકર નુકસાન પહોંચ્યું હોય તેવું સામે આવ્યું છે. ેંજી કોસ્ટ ગાર્ડે કહ્યું કે કેનેડિયન શિપ મિસિંગ સ્પોટ પર પહોંચી ગઈ હતી. એટલું જ નહીં તેમની સાથે કેમેરાવાળા ડિપ-ડાઈવિંગ રોબોટ, લાઈટ્‌સ અને હથિયારો પણ ઓપરેશનમાં એડ કરાયા હતા. રેસ્ક્યૂ ટીમના મતે અંડર વોટર સાઉન્ડ વેવ્સના કારણે આ સર્ચ ઓપરેશન વધુ સફળ થઈ શકશે. ગત દિવસે દર ૩૦ મિનિટ સુધીમાં ટાઈટેનિકના કાટમાળ પાસેથી અવાજાે સંભળાઈ રહ્યા હતા. તેવામાં હવે એવી માહિતી મળી રહી છે કે ટાઈટેનિક આસપાસ કાટમાળ પણ જાેવા મળ્યો છે. ફોરેન્સિક એક્સપર્ટે જણાવ્યું કે ઓછું ઓક્સિજન હોવાના કારણે સબમરીનમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડશે. સાઉન્ડ વેવ્સના કારણે સબમરિન મળવાની શક્યાતાઓ છે. પરંતુ તેને પાણીની સરફેસ સુધી લાવવા માટે પણ અનબોલ્ટ કરવાની જરૂર પડશે. આના માટે પણ અત્યારે તૈયારીઓ જાેરશોરથી કરાઈ હતી. ટાઈટેનિકની ટૂરિસ્ટ સબમરીન લગભગ રવિવારે કાટમાળની સફર કરવા પહોંચી હતી. જ્યાંથી કલાકો સુધી સંપર્ક ન સાધી શકતા આ સ્મોલ સબમરિન મિસિંગ હોવાનું સામે આવ્યું હતું. ઓશનગેટ દ્વારા આ પ્રમાણેની ટ્રિપનું આયોજન કરાઈ રહ્યું છે. તેવામાં પહેલી ઘટના સામે આવી જેમાં ટૂરિસ્ટ સબમરિન ગાયબ થઈ ગઈ હોય. જાેકે આમા સવારી કરી રહેલા ૫ મુસાફરોની શોધખોળ માટે ેંજી, ષ્ઠટ્ઠહટ્ઠઙ્ઘટ્ઠની રેસ્ક્યૂ ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. રડાર સિસ્ટમ, રોબોટ્‌સ સહિત હાઈટેક ટીમ સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. પરંતુ કોઈપણ પ્રકારની માહિતી ન મળતા ઓફિશિયલ્સે કહ્યું કે
(અનુસંધાન નીચેના પાને)

Share.
Exit mobile version