તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફૅમ મુનમુન દત્તાનો ૨૮ સપ્ટેમ્બરના રોજ ૩૪મો જન્મદિવસ હતો. મુનમુન દત્તાએ પોતાનો જન્મદિવસ માતા તથા પાલતુ બિલાડી સાથે સેલિબ્રેટ કર્યો હતો. મુનમુને સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. હાલમાં જ ટપુ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવી. ‘એક ખાનગી ના અહેવાલ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.
કામની સાથે, મુનમુન વિવાદોને કારણે પણ હેડલાઇન્સમાં રહી છે, એક સમયે તે જેલ જવાની અણી પર હતી. બબીતાજી બનીને તે બધાનું દિલ ચોરી લે છે, પરંતુ રિયલ લાઈફમાં તે ઘણા વિવાદોથી ઘેરાયેલી છે. અમે વાત કરી રહ્યા છીએ મુનમુન દત્તાની, જેનો આજે જન્મદિવસ છે. સિરિયલ હમ સબ બારાતીથી ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું. વાસ્તવમાં મુનમુને અરમાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.મુનમુન દત્તાનું નામ તેના કરતા ૧૫ વર્ષ નાના રાજ અનડકટ સાથે પણ જાેડવામાં આવ્યું છે. સ્ી્ર્ર્ અભિયાન દરમિયાન મુનમુન દત્તાએ ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેનું યૌન શોષણ થયું હતું. પિતરાઈ ભાઈથી લઈને તેના ટ્યુશન શિક્ષક અને હોસ્પિટલના ડૉક્ટરે પર અયોગ્ય સ્પર્શનો આરોપ મુક્યો હતો. તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ એક વીડિયો દરમિયાન જાતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એક દલિત અધિકાર કાર્યકર્તાએ મુનમુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં તે જેલ પણ ગઈ હતી.