‘Startup Mahakumbh: ભારત મંડપમ ખાતે ચાલી રહેલા ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ 2047ના વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે, આવા સમયે સ્ટાર્ટઅપ મહાકુંભનું ખૂબ મહત્વ છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દાયકાઓમાં ભારતે આઈટી અને સોફ્ટવેર સેક્ટરમાં પોતાની છાપ છોડી છે. હવે આપણે ભારતમાં ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતો જોઈ રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાન હેઠળ દેશે ઈનોવેટિવ આઈડિયાને પ્લેટફોર્મ આપ્યું અને તેમને ફંડિંગના સ્ત્રોતો સાથે જોડ્યા. આ સાથે આજે આખો દેશ ગર્વથી કહી શકે છે કે અમારું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ માત્ર મોટા મેટ્રો શહેરો સુધી મર્યાદિત નથી. પીએમ મોદીએ કહ્યું કે ભારતના સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ દેશના નાના શહેરોના યુવાનો કરી રહ્યા છે.