સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઇલની ચોરી કરતા બે આરોપીઓને રાંદેર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી ત્રણ જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢયો છે. જ્યારે ૧.૩૨ લાખની કિંમતના ચોરીના મોબાઇલ કબ્જે લઈ આગળની તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે.

સુરત શહેરમાં બનતી મોબાઈલ ચોરીની ઘટનાઓને ડામવા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી રાંદેર પોલીસ દ્વારા મોબાઈલ ચોરી કરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાંદેર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, રાંદેર વિસ્તારમાં અગાઉ બનેલી મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા રાંદેર પોલીસનો સ્ટાફ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન પોલીસે મળેલ બાતમીના આધારે મોબાઈલ ચોરી કરતા આરોપી આસિફ ઉર્ફે એક્કા ગયા શેખ, મહંમદ ઉર્ફે નેપાલી જાવેદખાનને ઝડપી પાડ્યા હતા.

જે આરોપીઓની અંગજડતી અને તલાસી લેતા તેઓ પાસેથી અલગ અલગ કંપનીના ૧૮ જેટલા મોબાઈલો મળી આવ્યા હતા. જે મોબાઈલ અંગેની પૂછપરછ કરતા આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જ્યાં પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં તમામ મોબાઈલ ચોરી કર્યા હોવાની કબુલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.

રાંદેર પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ૧.૩૨ લાખની કિંમતના મોબાઈલ કબજે લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા બે અને કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. જ્યાં અન્ય ગુના ઉકેલાવાની શક્યતા ના પગલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ આસિફ ઉર્ફે એક્કા ગયા શેખ અને મહંમદ ઉર્ફે નેપાલી જાવેદખાન રાત્રિના સમય દરમિયાન મોટરસાયકલ ઉપર હાઇવે રોડ તથા હોટલ તેમજ પેટ્રોલ પંપ અને બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશનો પર બંને જાેડે જતા હતા. જ્યાં રેલવે સ્ટેશનના પાર્કિંગમાં વાહનો સાઈડમાં પાર્કિંગ કરી એકલા આરામ કરતા ડ્રાઇવર અને પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ અથવા પાકિટ તેમજ રોકડ રકમની ચોરી કરતા હોવાની હકીકત સામે આવી છે.

Share.
Exit mobile version