NCR : એનસીઆરના બે મોલમાં બોમ્બની ધમકી મળી છે. નોઈડાના ડીએલએફ મોલ અને ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે. બંને મોલ ખાલી કરાવવામાં આવ્યા છે અને પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત છે.
એમ્બિયન્સ મોલ મેનેજમેન્ટને મળેલા મેલમાં લખ્યું છે કે મેં બિલ્ડિંગમાં બોમ્બ પ્લાન્ટ કર્યા છે. બિલ્ડિંગની અંદરના દરેકને મારી નાખવામાં આવશે. તમારામાંથી કોઈ બચશે નહિ. તમે મરવાના છો. મેં ઈમારતોમાં બોમ્બ લગાવ્યા કારણ કે મને મારા જીવનથી ધિક્કાર છે. આ હુમલા પાછળ પેગી અને નોરાનો હાથ છે.