Jagan Mohan Reddy : વાયએસઆર Jagan Mohan Reddyની આગેવાની હેઠળની વાયએસઆરસીપીને મોટો ફટકો પડતાં રાજ્યસભાના બે સાંસદોએ પાર્ટી અને ઉચ્ચ ગૃહના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. YSRCPના આ બે સાંસદો મોપીદેવી વેંકટરામન અને બીડા મસ્તાન રાવ છે. વેંકટરામનનો રાજ્યસભાનો કાર્યકાળ જૂન 2026 સુધીનો હતો જ્યારે મસ્તાન રાવનો કાર્યકાળ 2028 સુધીનો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપીમાં જોડાય તેવી શક્યતા છે, જેણે લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશની ચૂંટણીમાં જીત મેળવી છે.
આ રાજીનામા પછી વાયએસઆરસીપી પાસે રાજ્યસભામાં 9 અને લોકસભામાં ચાર સાંસદો બાકી રહેશે.