Rahul Gandhi  :  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા ચક્રવ્યુહ નિવેદન બાદ લોકસભામાં હોબાળો થયો છે. હિમાચલ પ્રદેશની મંડી સીટથી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી છે અને કહ્યું છે કે તેમનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ. કંગનાના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધી સંસદમાં જે પ્રકારની અભદ્ર વાતો કરે છે તેને જોઈને એવું લાગે છે કે તે દારૂ અથવા ડ્રગ્સનું સેવન કરે છે.

તમને જણાવી દઈએ કે સંસદમાં રાહુલ ગાંધીએ બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 21મી સદીમાં એક નવું ‘ચક્રવ્યુહ’ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું પ્રતીક કમળના ફૂલના રૂપમાં છે. તેમણે આ ‘ચક્રવ્યુહ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નજીકના સહયોગીઓ સાથે જોડ્યા. આ નિવેદનની ટીકા કરતા કંગનાએ કહ્યું કે રાહુલ ગાંધી સંસદમાં અપમાનજનક અને અસભ્ય વાતો કહી રહ્યા છે, જે લોકશાહી અને બંધારણ પ્રત્યે તેમની આદરની ઉણપ દર્શાવે છે.

Share.
Exit mobile version