આંધ્રપ્રદેશના એક ૪૪ વર્ષીય એન્જિનિયર તેમના ૧૨ વર્ષના પુત્રને બચાવવાનો પ્રયાસ કરતી વખતે રવિવારે સાંજે સ્થાનિક સમય અનુસાર યુએસમાં ફ્લોરિડાના જેક્સનવિલેમાં મિકર બીચ ખાતેના દરિયામાં ડૂબી જતાં મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ પોટ્ટિ વેંકટા રાજેશ કુમાર તરીકે થઈ છે, જે બાપટલા જિલ્લાના અડંકીના વતની છે. માહિતી અનુસાર રાજેશના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. મળતી માહિતી પ્રમાણે રાજેશ અને તેમનો પરિવાર લાંબા વિકેન્ડ પર મિકરના બીચ પર ગયો હતો.

આ દરમિયાન બીચ ખાતે તેમનો ૧૨ વર્ષનો પુત્ર પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ જાેઈને પિતા રાજેશ તેને બચાવવા દોડી ગયા. જાે કે, થોડીવારમાં બંને પાણીમાં ડૂબવા લાગ્યા ગયા હતા અને બહાર આવી શક્યા ન હતા. આ જાેઈને ત્યાં હાજર લોકો તાત્કાલિક તેમને બચાવવા માટે દોડી ગયા હતા. બ્રેન્ડન ટાઉનસેન્ડ નામના વ્યક્તિએ સૌથી પહેલા પિતા અને પુત્રને ડૂબતા જાેયા હતા અને તેમના બચાવવા માટે દરિયામાં ગયા હતા. બ્રેન્ડન પુત્રને બચાવવામાં સફળ રહ્યો અને તેને CPR આપીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં રાજેશને પણ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ બેભાન થઈ ગયા હતા. બ્રેન્ડન અને અન્ય લોકોએ CPR આપ્યું પરંતુ કોઈ રિસ્પોન્સ ના મળ્યો.

ત્યારબાદ પિતા અને પુત્ર બંનેને હેલિકોપ્ટર મારફતે વુલ્ફસન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રાજેશને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના પુત્રને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેલુગુ એસોસિએશન ઓફ જેક્સનવિલે એરિયાના વોલિયન્ટિયર ક્રિષ્ના પુલાગમના જણાવ્યા અનુસાર, રાજેશ જાન્યુઆરી ૨૦૨૨માં યુનાઇટેડ સ્ટેટ્‌સ આવ્યા હતા જ્યારે તેમનો પરિવાર આ વર્ષે મે મહિનામાં જ તેમની સાથે વેકેશનમાં જાેડાયો હતો.TAJAના સ્વયંસેવકોએ તેમના અંતિમ સંસ્કારના ખર્ચ માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. તેઓ તેમના પાર્થિવ દેહને ભારત મોકલવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છે. બીજી તરફ ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરીને રાજેશના મૃતદેહને પરત ભારત લાવવામાં શોકગ્રસ્ત પરિવારને મદદ કરવા વિનંતી કરી છે.

રાજેશના પરિવારજનોએ મદદ માટે APNRTS પણ સંપર્ક કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં પણ આવી જ એક ઘટના સામે હતી. જેમાં મૂળ હૈદરાબાદના યુવકનું ફ્લોરિડામાં આકસ્મિત મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ ૪૪ વર્ષીય દીપક ચિંતમાલા તરીકે થઈ હતી. જે ફેમિલી સાથે ફ્લોરિડાના ટામ્પા સિટીમાં રહેતો હતો અને સેન્ટેન કોર્પોરેશનમાં જાેબ કરતો હતો. ૨૬ એપ્રિલના રોજ તેની જ કારમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડ્યા બાદ તેને મૃત જાહેર કરાયો હતો. દીપકના રહસ્યમય મોત બાદ નોંધારા બનેલી પરિવારને મદદ માટે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે ૨ કરોડનું ફંડ પણ એકત્રિત કર્યું હતું.

Share.
Exit mobile version