Vaishakh Month 2025: વૈશાખ મહિનો કયા દેવતાને સમર્પિત છે?
વૈશાખ મહિનો 2025: ધાર્મિક દ્રષ્ટિકોણથી વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુએ ધર્મ અને જગતની રક્ષા માટે નર-નારાયણ, નરસિંહ, હયગ્રીવ અને પરશુરામ જેવા અનેક અવતાર લીધા.
Vaishakh Month 2025: વૈશાખ મહિનો શરૂ થઈ ગયો છે. વૈશાખ મહિનો ૧૩ એપ્રિલથી ૧૨ મે ૨૦૨૫ સુધી રહેશે. આ હિન્દુ કેલેન્ડરનો બીજો મહિનો છે, જે ધાર્મિક દૃષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનામાં, પાણીનું દાન, પવિત્ર નદીમાં સ્નાન અને પૂજા કરવાથી અનેક લાભ મળે છે.
શાસ્ત્રોમાં વૈશાખને તપ, જપ, દાન, ધર્મ વગેરે માટે શ્રેષ્ઠ મહિનો કહેવામાં આવ્યો છે. આ મહિનામાં કરવામાં આવતા દાન, સત્કર્મ, જપ, ધ્યાન, ઉપવાસ અને ત્યાગથી ‘અક્ષય’ ફળ મળે છે, જેનો ક્યારેય નાશ થતો નથી. ચાલો જાણીએ કે શાસ્ત્રો અનુસાર વૈશાખ મહિનાનું મહત્વ શું છે અને આ મહિનો કયા દેવતાને સમર્પિત છે.
વૈશાખ મહિનાનું મહત્વ
શાસ્ત્રોમાં વૈશાખ માસને ખૂબ જ પવિત્ર અને શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યો છે. જેમ કે વિદ્યાઓમાં વેદ શ્રેષ્ઠ છે, મંત્રોમાં ‘પ્રણવ’ (ૐ), વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ગાયોમાં કામધેનુ, દેવોમાં શ્રીહરિ, નદીઓમાં ગંગા, શસ્ત્રોમાં સુદર્શન ચક્ર, ધાતુઓમાં સોનું અને રત્નોમાં કોષ્ટુભ મણિ શ્રેષ્ઠ છે, તેમ દરેક મહિનામાં વૈશાખ મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પુરાણોમાં એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગની શરૂઆત પણ વૈશાખ માસથી જ થઈ હતી.
સ્કંદ પુરાણમાં પણ વૈશાખ માસનું મહાત્મ્ય વર્ણવાયું છે:
“ન माधवसमो मासो न कृतेन युगं समम्।
न च वेदसमं शास्त्रं न तीर्थं गङ्गया समम्।।”
અર્થ:
વૈશાખ માસ જેવું કોઈ અન્ય માસ નથી. સત્યયુગ જેવું કોઈ યુગ નથી. વેદ જેવું કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી જેવું કોઈ તીર્થ નથી
વૈશાખ મહિનો કયા દેવતા માટે સમર્પિત છે?
વૈશાખ માસ મુખ્યત્વે ભગવાન શ્રીહરી વિષ્ણુને સમર્પિત છે. તેથી આ મહિનામાં શ્રીવિષ્ણુજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, આ મહિનામાં ભગવાન વિષ્ણુએ નર-નારાયણ, નરસિંહ, હયગ્રીવ અને પરશુરામ જેવા અનેક અવતાર ધારણ કર્યા હતા.
તે ઉપરાંત, વૈશાખ શુક્લ નવમીના દિવસે દેવી લક્ષ્મી માતા સીતાના રૂપમાં પૃથ્વી પર પ્રગટ થઈ હતી.
આ કારણે વૈશાખ માસ દરમિયાન શ્રીવિષ્ણુ ઉપરાંત શ્રીકૃષ્ણ, ભગવાન પરશુરામ અને માતા સીતાની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ અને સફળતા પ્રાપ્ત થાય છે.