વિરાટ કોહલી નેધરલેન્ડ સામે વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં બોલિંગ કરતો જાેવા મળ્યો હતો. ચાહકોની માંગ પૂરી કરીને રોહિત શર્માએ કોહલીને બોલ સોંપ્યો હતો. આ અગાઉ સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો કોહલીને બોલિંગ આપવાની વિનંતી કરતા જાેવા મળ્યા હતા. રોહિત શર્માના ભરોસા પર ખરા ઉતરતા કોહલીએ તેની બીજી ઓવરમાં વિકેટ લીધી હતી. કોહલીએ વિકેટ લેતા જ પત્ની અનુષ્કા શર્માની પ્રતિક્રિયા વાયરલ થઈ. કોહલીની વિકેટ લેતા જ અનુષ્કા શર્મા હસવાનું રોકી શકી નહીં.
તેની બીજી અને ઈનિંગની ૨૫મી ઓવરમાં કોહલીએ નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને વિકેટકીપિંગમાં કેચ આઉટ કરાવી દીધો. અનુષ્કા શર્માના રિએક્શન વિશે વાત કરીએ તો તે ખૂબ જાેરથી હસતી જાેવા મળી હતી. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ પાંચમી વિકેટ હતી. આ સિવાય તેણે T20 ઈન્ટરનેશનલમાં પણ ૪ વિકેટ લીધી છે. એટલે કે કોહલીની આ એકંદરે ૯મી આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. કોહલીએ ૯ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લીધી.
ટૂર્નામેન્ટની શરૂઆતમાં, બાંગ્લાદેશ સામેની મેચમાં, કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા હતા, ત્યારબાદ ચાહકો સતત કોહલીને બોલિંગ કરવાની માંગ કરતા જાેવા મળ્યા હતા. આજે રોહિત શર્માએ ચાહકોની માંગ પૂરી કરી અને કોહલીને બોલિંગ આપી. તો પ્રથમ બેટિંગ કરતા કોહલીએ અડધી સદી ફટકારી હતી. કોહલીના બેટથી ૫૬ બોલમાં ૫૧ રન નિકળ્યા હતા જેમાં ૫ ફોર અને ૧ સિક્સ સામેલ હતી. જાેકે ચાહકોને કિંગ કોહલી પાસેથી ૫૦મી ODI સદીની આશા હતી, જે તે પૂરી કરી શક્યો નહીં.