Repo Rate
ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે રેપો રેટ વધ્યો છે કે ઘટ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે આ દર તમારા EMI ને અસર કરે છે? ચાલો વિગતવાર સમજીએ.
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નવા વર્ષમાં સામાન્ય જનતાને રાહત આપી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં થયેલી મોનીટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 2025માં Repo Rate 6.25% રહેશે.
છેલ્લે ફેબ્રુઆરી 2023માં RBIએ Repo Rate 6.5% સુધી વધારી હતી, પણ હવે 25 બેસિસ પોઈન્ટની કપાત કરીને તેને 6.25% કરાઈ છે. મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી Repo Rateમાં કુલ 2.5% (250 બેસિસ પોઈન્ટ) નો વધારો થયો હતો, પણ લાંબા સમય બાદ તેમાં ઘટાડો કરાયો છે, જેનાથી લોન લેનારાઓને રાહત મળશે.
Repo Rate એ વ્યાજદર છે, જેના પર RBI બેંકોને લોન આપે છે.
જો Repo Rate વધે, તો બેંકોને ઊંચા વ્યાજદરે લોન મળે છે અને તેઓ પણ ગ્રાહકોને ઊંચા વ્યાજદરે લોન આપે છે, જેનાથી EMI વધી જાય છે.
જો Repo Rate ઘટે, તો બેંકોને ઓછી વ્યાજદરે લોન મળે છે અને તેઓ પણ ગ્રાહકોને ઓછી વ્યાજદરે લોન આપે છે, જેનાથી EMI ઘટી જાય છે.