એશિયા કપનો સૌથી રોમાંચક મુકાબલો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જાેવા મળશે. આ મેચમાં ભારતના બેસ્ટમેન અને પાકિસ્તાની પેસ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ વચ્ચે સીધી ટક્કર હશે. આને આ વર્ષનો સૌથી હાઇપ્રોફાઇલ મુકાબલો માનવામાં આવે છે. આ મેચ પલ્લેકેલમાં બપોરે ૩ કલાકે શરૂ થશે. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓની મુલાકાતનો વીડિયો ચર્ચામાં છે. જેમાં હારિસ રઉફ અને વિરાટ કોહલી એકબીજાને ગળે મળતાં જાેવા મળે છે. એકબીજાના ખબર પૂછી રહ્યા છે. આ દરમિયાન બન્ને પચાસ ઓવર ફોર્મેટને લઇને વાત કરી હતી. વિરાટ અને રઉફ એકબીજાને મળીને ખુશ લાગી રહ્યા હતા. આ દરમિયાન રઉફે મોહમ્મદ સિરાજ સાથે પણ વાત કરી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે પણ મુલાકાત થઇ હતી. ઉપરાંત કિંગ કોહલીએ પાકિસ્તાનના બીજા ખેલાડીઓ શાહીન શાહ આફ્રિદી અને શાદાબ ખાન સાથે પણ મુલાકાત કરી હતી. આ વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શરે કર્યો છે. આ વીડિયો પ્રેક્ટિસ સેશનનો છે. વીડિયોમાં રઉફ વિરાટને કહે છે કે, જ્યાંથી નિકળું છું લોકો કોહલી-કોહલીની બુમો પાડે છે. આ સાંભળીને વિરાટ હસવા લાગે છે. પછી બન્ને આગળ વધે છે અને એકબીજાને ગળે મળે છે. આ વીડિયોમાં વિરાટ રઉફને પૂછે છે કે બોડી ઠીક છે? પછી રઉફ કહે છે કે, બસ લાગેલા છે. આની પર વિરાટ કહે છે કે, ખૂબ જ મોટી ટૂર્નામેન્ટ આવી રહી છે. વિરાટનો ઇશારો વર્લ્ડ કપ તરફ હતો. આ સાંભળીને હારિસ રઉફ કહે છે કે, બસ પાગલ થઇ રહ્યા છે. બેક ટુ બેક મેચ છે. હારિસ રઉફ કહે ચે કે, અત્યારે તો અફઘાનિસ્તાન સામે સીરિઝ રમી છે, પરંતુ જ્યારે તમારી સાથે રમીએ છે તો મજા આવે છે. આ દરમિયાન રઉફે વિરાટને પાછલા વર્ષે નેટમાં બોલિંગ કરવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો. રઉફે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વિરાટ કોહલીને નેટમાં બોલિંગ કરી હતી.