WhatsApp New Feature: WhatsApp ટૂંક સમયમાં એક નવું કમાલનું ફીચર લાવશે, જેના માધ્યમથી યુઝર્સ પોતાનું Instagram પ્રોફાઇલ સીધું WhatsApp પ્રોફાઇલ સાથે લિંક કરી શકશે. સાથે જ, યુઝર્સને પ્રાઈવસી કંટ્રોલ વિકલ્પ પણ મળશે, જેથી તેઓ નક્કી કરી શકે કે social media link કોને દેખાશે.
WhatsApp સતત નવા-નવા ફીચર્સ રોલઆઉટ કરી રહ્યું છે. WABetaInfoની તાજેતરની રિપોર્ટ અનુસાર, WhatsApp એક ફીચરની ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ તેમના WhatsApp પ્રોફાઇલમાં Instagram લિંક એડ કરી શકશે. હાલમાં આ ફીચર Beta Testers માટે ઉપલબ્ધ છે, પણ જલદી જ બધા માટે ઉપલબ્ધ થઈ શકે છે.
હાલમાં, આ ફીચર ફક્ત Instagram માટે ઉપલબ્ધ છે, પણ અપેક્ષા છે કે WhatsApp ટૂંક સમયમાં Facebook, Twitter (X), LinkedIn જેવા અન્ય social media accounts ને પણ WhatsApp સાથે લિંક કરવાની સગવડ આપશે. આ સુવિધા વડે યુઝર્સ પોતાનું WhatsApp પ્રોફાઇલ વધુ વ્યક્તિગત અને પ્રોફેશનલ બનાવી શકશે.