WTC finals : ભારતીય ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગઈકાલે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. જય શાહ ICCના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. જય શાહના અધ્યક્ષ બન્યા બાદ એવા અહેવાલો આવવા લાગ્યા છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં નહીં રમાય, પરંતુ તેનું સ્થાન બદલાઈ શકે છે. આનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળી શકે છે. વાસ્તવમાં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દર વખતે ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાય છે. ટીમ ઈન્ડિયા બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી ચુકી છે અને બંને વખત ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
શું WTC ફાઇનલનું સ્થાન બદલાશે?
જય શાહ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના સ્થળ બદલવા અંગે નિવેદન આપી ચૂક્યા છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં જય શાહે કહ્યું હતું કે અમે આ અંગે ICC સાથે વાત કરી રહ્યા છીએ. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનું સ્થળ બદલવા પર વિચાર કરી શકે છે. BCCI સેક્રેટરી તરીકે જય શાહે આ મોટું નિવેદન આપ્યું હતું. બીજી તરફ, જય શાહનો ઇરાદો સ્પષ્ટ છે કે ભારતીય ક્રિકેટ કેવી રીતે આગળ વધશે તે વિશે વિચારવાને બદલે આપણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ કેવી રીતે આગળ વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
Pakistan moved down to 8th position in ICC WTC 2023-2025 Championship. While England and Bangladesh the big movers on the #WTC25 standings following Test victories in Manchester and Rawalpindi over the weekend.
Who has great chance of playing the Final of WTC.#PAKvBAN… pic.twitter.com/xIweskR9Rd— Hilal Sher (@hilal_sher) August 26, 2024
ભારત હજુ સુધી WTC ફાઈનલ જીતી શક્યું નથી.
ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટ્રોફી સિવાય તમામ ICC ટ્રોફી જીતી છે. જેમાં ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ છે. આ સિવાય ટીમ ઈન્ડિયા બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે.
પહેલા વિરાટ કોહલી અને પછી રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જો કે બંને વખત ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ડબલ્યુટીસીની ફાઇનલમાં ભારતને પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો. ફરી એકવાર ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની દાવેદાર માનવામાં આવી રહી છે.