Zomato : ફૂડ ડિલિવરી કંપની Zomatoએ ગ્રાહકો માટે પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોએ ફૂડ ઓર્ડર કરતી વખતે પ્રતિ ઓર્ડર 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. વધારો પહેલાં, Zomato પ્રતિ ઓર્ડર 4 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલતું હતું. જાન્યુઆરી 2024 માં, કંપની દ્વારા પ્લેટફોર્મ ફી રૂ. 3 થી વધારીને રૂ. 4 પ્રતિ ઓર્ડર કરવામાં આવી હતી.
શું આ શહેરોના ગ્રાહકોને અસર થશે?
મળતી માહિતી મુજબ કંપની દ્વારા જે શહેરો માટે પ્લેટફોર્મ વધારવામાં આવ્યું છે. તેમાં દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ અને લખનઉ જેવા શહેરોના નામ સામેલ છે. રિપોર્ટ અનુસાર, કંપની એક દિવસમાં 20 લાખથી 22 લાખ સુધીના ઓર્ડર આપે છે. આવી સ્થિતિમાં ફીમાં એક રૂપિયાનો વધારો કરવાની સીધી અસર કંપનીના નફાના વધેલા સ્તર પર જોવા મળી શકે છે.
Zomatoએ ઓગસ્ટ 2023માં પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું. તે સમયે કંપની ઓર્ડર દીઠ 2 રૂપિયા લેતી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેને વધારીને 3 રૂપિયા અને જાન્યુઆરી 2024માં તેને વધારીને 4 રૂપિયા કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જો તમે Zomato નો ગોલ્ડ લોયલ્ટી પ્રોગ્રામ લો છો તો તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવાની જરૂર નથી. અન્યથા તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે.
સ્વિગીમાં પ્લેટફોર્મ ફી કેટલી છે?
Zomatoની મુખ્ય હરીફ સ્વિગી પણ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી વસૂલે છે અને હાલમાં તે ઓર્ડર દીઠ રૂ. 5 છે. હાલમાં આ બંને કંપનીઓ ફૂડ ડિલિવરી માર્કેટમાં 95 ટકાથી વધુ બજારહિસ્સો ધરાવે છે.
zomato નફામાં.
Zomatoએ નાણાકીય વર્ષ 2023-24માં 138 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. તે જ સમયે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 347 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો જોવા મળ્યો છે.