અમેરિકા અને કેનેડામાં લગભગ એકસાથે આવેલા ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓની ખબર ચિંતાજનક છે. અમેરિકાના સેન ફ્રાંસિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ન માત્ર તોડફોડ કરવામાં આવી પરંતુ ત્યાં આગ પણ લગાડી. બે જુલાીએ થયેલી આ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યા છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ બે ભારતીય રાજનયિકોની તસવીરો સાથે પોસ્ટર લગાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડામાં થયેલી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દોષી ગણાવી રહ્યા છે. કેનેડામાં નિજ્જરની એક ગુરુદ્વારાની સામે અજ્ઞાત લોકોએ ગત મહિને ગોળી મારીને હત્યા કરી હતી.

સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ અને આગચંપીની ઘટનાનો વીડિયો શેર કરવી વખતે પણ નિજ્જરની હત્યા સાથે સંબંધિત ખબરોની ક્લિપ આપવામાં આવી હતી. સેન ફ્રાંસિસ્કોમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની હોય તેવું નથી. આ વર્ષના માર્ચમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ ત્યાંના વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ કરી હતી. બે જુલાઈની ઘટનામાં વધારે નુકસાન નહોતું થયું, આગ પર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો. તમામ સ્ટાફ પણ સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે, પરંતુ આ ઘટના ઘણી ગંભીર છે.

કેનેડામાં ભારતીય રાજનયિકોની તસવીર પ્રચારિત કરવી તો વધુ પણ ખતરનાક છે. ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેતા કેનેડાના હાઈકમિશનરને સમન્સ પાઠવ્યું છે અને યુએસ સરકારને પર યોગ્ય પગલા લેવા જણાવ્યું છે. બંને સરકારે પણ આ ઘટના પર એક્શન લેવાની વાત કહી છે, પરંતુ સત્ય એ જ છે કે, આ સરકાર ખાલિસ્તાન તરફી તત્વો સામે કાર્યવાહી કરવામાં હજી સુધી પ્રભાવી સાબિત થઈ નથી. અમેરિકા અને કેનેડામાં જ નહીં, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ પણ છે જ્યાં ભારતને ખૂબ જ નજીક અને મૈત્રીપૂર્ણ સંબંધો છે, પરંતુ ત્યાં ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિની ખબર આવતી રહે છે.

આ સરકારનું તર્ક છે કે જ્યાં સુધી આ સંગઠન શાંતિપૂર્ણ વિરોધ કરે છે અને કોઈ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ નથી થતાં ત્યાં સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવી મુશ્કેલ છે કારણ કે ત્યાં તેને નાગરિકના અધિકારોની વિરુદ્ધ ગણવામાં આવે છે. પરંતુ આ સંગઠનો અને તેમની સાથે સંકળાયેલા લોકો વારંવાર આ લોકશાહીનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે કરે છે. તેનું તાજુ ઉદાહરણ અમૃતપાલ સિંહનું છે, જે ધર્મની આડમાં કાયદા-વ્યવસ્થાને પડકાર આપવા માટે ઉતરી આવ્યો હતો.

આ જ કારણ છે કે, ભારત આ તમામ મિત્ર દેશોની સરકારને વારંવાર કહી રહ્યા છે કે આવા તત્વોને અહીં જગ્યા ન આપો. આ ભારતીય સાર્વભૌમત્વ, એક્તા અને અખંડિતતા સાથે જાેડાયેલો મુદ્દો છે. હિંસામાં સંડોવાયેલા આતંકવાદી અથવા અલગતાવાદી તત્વોને કોઈ સુરક્ષા આપવામાં ન આવે તેની ખાતરી કરવી દરેકના હિતમાં છે. તેઓ ગમે તે નામથી વિકસિત થયા હોય પરંતુ માનવતાને પોતાનો કદરૂપો ચહેરો બતાવે છે. એટલા માટે સમયસર તેમની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

Share.

Leave A Reply

Exit mobile version