એક બીજાના ઘોર વિરોધી એવા ભારત અને પાકિસ્તાન યુએનના મંચ પર એક બીજાની સાથે ટકરાતા જ હોય છે.જાેકે એક આશ્ચર્યજનક ઘટનામાં ભારતે યુએનના મંચ પર પાકિસ્તાનના પ્રસ્તાવનુ સમર્થન કર્યુ છે. યુરોપના દેશ સ્વીડનમાં કુરાન સળગાવવાના કૃત્યની સામે પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર સમિતિમાં એક પ્રસ્તાવ મુકીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત તેમજ ચીન સહિતના ઘણા દેશોએ આ પ્રસ્તાવનુ સમર્થન કર્યુ હતુ. ધાર્મિક નફરત ફેલાતી રોકવાના પ્રયાસોને ઘણા દેશોએ ટેકો આપ્યો હતો.

આ પ્રસ્તાવ ૨૮ વિરુધ્ધ ૧૨ મતથી પસાર થયો હતો. સાત દેશો વોટિંગથી દુર રહ્યા હતા. પાકિસ્તાને મતદાન બાદ કહ્યુ હતુ કે, આ પ્રસ્તાવ લાવવા પાછળનો હેતુ કોઈની વાણી સ્વતંત્ર્તાના અધિકારને ઓછો કરવાનો નહોતો પણ ફરજ અને જવાબદારી વચ્ચે સંતુલન હોવુ જાેઈએ તેવુ આ પ્રસ્તાવ થકી અમારુ કહેવુ હતુ.
અમેરિકાએ પણ આ પ્રસ્તાવ પર વોટિંગના એક દિવસ પહેલા સ્વીડનમાં બનેલી ઘટનાનો વિરોધ કરીને કહ્યુ હતુ કે, ધાર્મિક ગ્રંથનુ આ રીતે અપમાન નિંદાજનક છે.

Share.

Leave A Reply

Exit mobile version