વિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં ૩૭ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં ૧૦ ટકા વધુ વિદેશી રોકાણ આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન એશિયાઈ વિકાસશીલ દેશોમાં ૨૦૨૧ની જેમ જ ૬૬૨ અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું હતું. આ આંકડો વૈશ્વિક સ્તરે પ્રાપ્ત કુલ વિદેશી રોકાણનો અડધો ભાગ છે.
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ-૨૦૨૩ અનુસાર વિકસિત દેશોમાં ગયા વર્ષે કુલ ૩૭૮ અબજ ડોલર વિદેશી રોકાણ આવ્યું હતું. આ સાથે ભારતમાં ૪૯ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. ગયા વર્ષે લગભગ ૮૦ ટકા વિદેશી રોકાણ મેળવનારા ટોચના પાંચ દેશોમાં ભારત, ચીન, સિંગાપોર, હોંગકોંગ અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. ચીનમાં વિદેશી રોકાણ ૫ ટકા વધીને ૧૮૯ અબજ ડોલર પર પહોંચી ગયું છે. જાે કે હોંગકોંગમાં તે ૧૬ ટકા ઘટીને ૧૧૮ અબજ ડોલર થયું હતું.
આ જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે વૈશ્વિક વિદેશી રોકાણ ૧૨ ટકા ઘટીને ૧.૩ લાખ કરોડ ડોલર થયું હતું. યુક્રેન યુદ્ધ, ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવમાં વધારો અને જાહેર દેવું વધવાને કારણે વૈશ્વિક વિદેશી રોકાણમાં ઘટાડો જાેવા મળ્યુ છે. સિંગાપોરમાં ૧૪૧ અબજ ડોલરનું સૌથી વધુ વિદેશી રોકાણ મળ્યું છે, જે ૨૦૨૧ની સરખામણીમાં ૮ ટકા વધુ છે. વિયેતનામમાં વિદેશી સીધુ રોકાણ ૩૯ ટકા વધીને ૧૭ અરબ ડોલરની સર્વકાલીન ટોચે પહોંચ્યું છે.
યુએનસીટીએડીનો રિપોર્ટ દર્શાવે છે કે વિકાસશીલ દેશો ૨૦૩૦ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે વાર્ષિક રોકાણની ખોટનો સામનો કરી રહ્યા છે. લક્ષ્યાં ક હાંસલ કરવા માટે જેટલું રોકાણ જરૂરી છે તેટલું ઓછું રોકાણ મળી રહ્યું છે. આ રોકાણનું નુકસાન હવે વધીને ૪ લાખ કરોડ ડોલર થઈ ગયું છે, જે ૨૦૧૫માં ૨.૫ લાખ કરોડ ડોલર હતું. વિકાસશીલ દેશોને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દર વર્ષે લગભગ ૧.૭ લાખ કરોડ ડોલર રોકાણની જરૂર છે, જ્યારે તેમને ૨૦૨૨માં માત્ર ૫૪૪ અબજ ડોલરનું રોકાણ મળ્યુ હતું .

Share.

Leave A Reply

Exit mobile version