બુધવારે અમેરિકામાં રોડ અકસ્માતમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મોતની જાેરશોરથી ચર્ચા થઈ હતી. પરંતુ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય દૂતાવાસોને ઘેરવાની ચેતવણી આપી છે.
શીખ ફોર જસ્ટિસ નામના ઉગ્રવાદી સંગઠનની સ્થાપના કરનાર પન્નુએ એક વીડિયો નિવેદન જારી કરીને આ ધમકી આપી છે. ૮ જુલાઈએ કેનેડા અને લંડનમાં યોજાનારી કિલ ઈન્ડિયા રેલીનો ઉલ્લેખ કરતાં પન્નુએ કહ્યું કે, રાહ જુઓ, આ તો માત્ર શરૂઆત છે. ૧૫ ઓગસ્ટે શીખ સમુદાયના લોકો ભારતીય દૂતાવાસનો ઘેરાવ કરશે.
ગુરપતવંત સિંહનો ધમકીભર્યો વીડિયો નવા બનાવેલા એકાઉન્ટ્‌સ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

આ ખાતાઓ પાકિસ્તાન તરફી છે. ભારતે પણ આ મુદ્દો કેનેડા સમક્ષ ઉઠાવ્યો છે. એટલં જ નહીં, ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ સમન્સ પાઠવીને ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી છે.
ખાલિસ્તાનીઓએ જાહેરાત કરી છે કે, તેઓ ૮મી જુલાઈના રોજ કેનેડામાં કિલ ઈન્ડિયા રેલી કરશે. આ દરમિયાન તેણે ભારતીય દૂતાવાસ સુધી કૂચ કરવાની ધમકી આપી છે. આજ પ્રદર્શન લંડનમાં પણ કરવાની તૈયારી બતાવી છે. જાે કે કેનેડા સરકારે કહ્યું કે, આવો કોઈ કાર્યક્રમ થવા દેવામાં આવશે નહીં. અમે ભારતની ચિંતાઓથી વાકેફ છીએ.

ખાલિસ્તાનીઓએ ધમકી આપી છે કે ૮મી જુલાઈની રેલી કેનેડા પુરતી સીમિત નહીં રહે. તે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયનમાં સમાન રેલીઓ યોજશે. ભારતે કેનેડા, બ્રિટન જેવા દેશોને ખાલિસ્તાનના મુદ્દે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. એક ભારતીય અધિકારીએ કહ્યું કે, શીખ ફોર જસ્ટિસ જેવા સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને તેના કારણે તેમનું મનોબળ વધ્યું છે. ગયા અઠવાડિયે ખાલિસ્તાન સમર્થકોએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર પણ હુમલો કર્યો હતો અને તેને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા બે મહિનામાં ખાલિસ્તાની સંગઠનોના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તાજેતરમાં શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલા હરજીત સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને ખાલિસ્તાનીઓ ગુસ્સે છે અને આ માટે ભારતીય એજન્સીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. નિજ્જર પર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ નામના સંગઠન માટે કામ કરવાનો આરોપ છે. ભારતીય એજન્સીઓ તેને લાંબા સમયથી શોધી રહી હતી. પરંતુ કેનેડાના સરેમાં ગુરુદ્વારાના પાર્કિંગમાં ૧૮મી જૂને તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Share.

Leave A Reply

Exit mobile version