ચાઇના બોર્ડિંગ સ્કૂલમાં આગ: હોસ્ટેલમાં લાગેલી આગમાં એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે. ચીની પોલીસ અધિકારીઓએ શાળાના માલિકને કસ્ટડીમાં લીધો છે. સોશિયલ મીડિયા પર આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

  • ચાઇના સ્કૂલમાં આગ: ચીનના હેનાન પ્રાંતમાં એક પ્રાથમિક બોર્ડિંગ સ્કૂલના ડોર્મિટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. ચીનના સરકારી મીડિયા શિન્હુઆ અનુસાર, યાનશાનપુ ગામના સ્થાનિક લોકોએ શુક્રવારે (19 જાન્યુઆરી) રાત્રે 11 વાગ્યે યિંગકાઈ સ્કૂલમાં આગની જાણ કરી હતી.

 

  • સિન્હુઆના જણાવ્યા અનુસાર, ‘બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાત્રે 11:38 વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે મૃત્યુ પામેલાઓમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને હાલ તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિક મીડિયાની માહિતી અનુસાર, પોલીસ દ્વારા શાળાના માલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
Share.

Leave A Reply

Exit mobile version