ઘણી વખત ઘરમાં ફોન અને વીજળીનું બિલ થોડુ વધારે આવે તો આપણે ખર્ચાઓ પર કાબુ કરવા મંડી જઈએ છીએ. આ એટલા માટે છે કે આપણું બજેટ બગડે નહીં. પરંતુ જ્યારે અમેરિકાના ફ્લોરિડાની એક મહિલા સેલિનાને ફોનનું બિલ મળ્યું તો જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

આ બિલ ૨૦૧,૦૦૦ ડોલર (એટલે કે રૂ. ૧.૬૫ કરોડ)નું હતું. સેલિના તેના ફોનનું બિલ તેના બે ભાઈઓ સાથે શેર કરતી હતી જેઓ વિકલાંગ હતા અને મેસેજ અને ડેટા કમ્યુનિકેશન પર ર્નિભર હતા. પરંતુ તેમ છતાં તેના ફોનનું બિલ સામાન્ય રીતે મહત્તમ ૧૩,૭૧૫.૧૪ આવતું હતું. આવી સ્થિતિમાં સેલિનાને વિશ્વાસ હતો કે બિલ ખોટું છે. સેલિનાએ બિલ સુધારવા માટે તેના સર્વિસ પ્રોવાઈડર ટી-મોબાઈલને કોલ કર્યો. બીજી તરફ ટી-મોબાઈલે દલીલ કરી કે, બિલ એકદમ સાચું છે. સેલિનાના આ દાવા છતાં જ્યારે તેમનું બિલ ૨૦૧,૦૦૦ ડોલર (રૂ. ૧.૬૨ કરોડ)થી વધુ થઈ ગયું તો પણ કંપની તેને સૂચિત કરવામાં નિષ્ફળ રહી. ટી-મોબાઈલએ તેને નજરઅંદાજ કરી દીધું.

જ્યારે મિયામી ટીવી સ્ટેશન ડબલ્યુએસવીએન-ટીવીએ તેના વતી દરમિયાનગીરી કરી ત્યારે સેલિનાને રાહત થઈ. ત્યારબાદ ફોન કંપનીએ બિલ ઘટાડીને ૨,૫૦૦ ડૉલર (રૂ. ૨.૦૫ લાખ) કરવા અને તેને ચૂકવવા માટે છ મહિનાનો સમય આપવા સંમતિ આપી. પણ સવાલ એ ઊભો થાય છે કે, આટલું ઊંચું બિલ સાચું હતું તો પછી આવ્યું કેવી રીતે? જ્યારે સેલિનાના બંને ભાઈઓ એક અઠવાડિયા માટે યુનાઈટેડ સ્ટેટ્‌સથી કેનેડા આવ્યા હતા ત્યારે તેમની પાસેથી ફોરેન સર્વિસ અને તેમના દ્વારા વપરાયેલ મોટા ડેટા બંનેનો ચાર્જ લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાએ વિદેશી ઉપયોગ અંગેની શરતો અને પ્રતિબંધો નહોતા વાંચ્યા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમના ભાઈઓએ ૨,૦૦૦ થી વધુ ટેક્સ્ટ્‌સ અને ડાઉનલોડ કરેલા વીડિયો મોકલ્યા હતા. જેના કારણે તેમને એકલા ડેટા ચાર્જમાં જ૧૫,૦૦૦ પાઉન્ડ (રૂ. ૧૫.૮૩ લાખ)થી વધુનો ખર્ચ થયો હતો. આવી સ્થિતિમાં જ્યારે ફોનનું બિલ આવ્યું ત્યારે સેલેનાના હોંશ ઉડી ગયા હતા.

Share.

Leave A Reply

Exit mobile version