ઈઝરાયેલ-હમાસ યુદ્ધના ૧૪માં દિવસે પણ અમાનવીય સંઘર્ષ જાેવા મળી રહ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ ગાઝામાં ૩૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હમાસને કોણ હથિયારો પુરા પાડી રહ્યું છે, તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હમાસ દ્વારા ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર કરાયેલા અચાનક હુમલામાં ઉત્તર કોરિયા ના હથિયારાનો ઉપયોગ કરાયો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક વીડિયો અને ઈઝરાયેલ દ્વારા જપ્ત કરાયેલ હથિયારો પરથી ધ્યાને આવ્યું છે કે, ઉત્તર કોરિયાને ઈન્કાર કરવા છતાં તે હમાસને હથિયારો વેંચે છે.

મળતા અહેવાલો મુજબ ઉત્તર કોરિયાના ૨ નિષ્ણાંતો દ્વારા વીડિયોનું વિશ્લેષણ કરાયું છે. યુદ્ધ દરમિયાન જપ્ત કરાયેલ હથિયારો અને દક્ષિણ કોરિયાના સૈન્ય ઈન્ટેલિજન્સ સાથેના વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, હમાસે એફ-૭ રૉકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેટનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, એફ૭ રોકેટખભા પર રાખી છોડવામાં આવે છે અને તેનો ઉપયોગ વાહનોને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવે છે.
કન્સલ્ટન્સી આર્મમેન્ટ રિસર્ચ સર્વિસીસના નિદેશક તરીકે કામ કરતા અને હથિયારોના નિષ્ણાંત એન.આર.જેનજેન-જાેન્સ દ્વારા દક્ષિણ કોરિયા અંગેનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

તેમના જણાવ્યા મુજબ સીરિયા, ઈરાક, લેબનોન અને ગાઝા પટ્ટીમાં ઘર્ષણ દરમિયાન એફ-૭નો ઉપયોગ કરવામાં આવે છે. જાેન્સે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, ઉત્તર કોરિયા ઘણા વર્ષોથી પેલેસ્ટાઈની આતંકવાદી જૂથનો સમર્થક છે અને અગાઉના ઘર્ષણોમાં પણ ઉત્તર કોરિયાના હથિયારો મળી આવ્યા છે. પ્યોંગયાગના હળવા હથિયારો વિશે લખનારા સ્મૉલ આર્મ્સ સર્વેના વરિષ્ઠ સંશોધનકર્તા મૈટ શ્રોઈડરે જણાવ્યું કે, હમાસે તાલીમ અંગેની તસવીરો જારી કરી છે, જેમાં ફાઈટર પ્લેનને એક હથિયાર સાથે દર્શાવાયું છે, તેના વારહેડ પર એક લાલ પટ્ટી પણ છે. ઉપરાંત તેની ડિઝાઈન પણ એફ૭ જેવી દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે, ‘હમાસ પાસે ઉત્તર કોરિયાના હથિયારો હોવા કોઈ આશ્ચર્યની વાત નથી.’

ઉલ્લેખનિય છે કે, મંગળવારે મોડી રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો થયો હતો, જેમાં ૫૦૦ લોકોના મોત અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને લઈ હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધની વાત કરીએ તો અત્યાર સુધીમાં યુદ્ધમાં કુલ ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લાખો લોકો બેઘર પણ થયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝામાં ૩૫૦૦ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૩૦૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે વેસ્ટ બેંકમાં ૬૧ના મોત, ૧૨૫૦ લોકો ઈજાગ્રસ્ત તેમજ ઈઝરાયેલમાં ૧૪૦૦ લોકોના મોત અને ૪૪૭૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Share.

Leave A Reply

Exit mobile version