ચીનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં આવેલા એક પ્રાંતમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાઈ થઈ જતા બાળકો સહિત ૧૧ લોકોના મોત થયા છે. મરનારામાં બાળકોની મોટી સંખ્યા છે. જેઓ સ્કૂલની વોલીબોલ ટીમનો હિસ્સો હતા. સત્તાવાર રીતે ચીનની સરકારે આ ઘટનાને સમર્થન આપ્યુ હતુ. જ્યારે આ છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત ૧૯ લોકો હતા. જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. વાલીઓ પોતાના બાળકોની તલાશમાં ઠેર ઠેર ભટકી રહ્યા છે. ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બાળકોના કોચ બાળકોના નામ બોલીને રેસ્ક્યુ ટીમને અંદર કોણ કોણ ફસાયુ છે તે જણાવી રહ્યા હતા

.
બાળકોના પરિવારજનોનો આરોપ છે કે, બચાવ કામગીરી યોગ્ય રીતે થઈ રહી નથી.જે લોકોના મોત થયા છે તેમની જાણકારી પણ આપવામાં આવી રહી નથી. સોમવારે સવાર સુધી બચાવ કામગીરી ચાલી હતી.
ચીનમાં પણ બાંધકામ પ્રોજેક્ટ દરમિયાન દુર્ઘટનાઓ સર્જાવી સામાન્ય વાત છે. કારણકે સુરક્ષાના નિયમોનુ પાલન કરવામાં આવતુ નથી. આ પહેલા ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ગયા મહિને ગેસનો વાલ્વ બદલતી વખતે થયેલા ધડાકામાં ૩૧ લોકોના મોત થયા હતા.

Share.

Leave A Reply

Exit mobile version