ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન યુદ્ધને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસ અને અલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ હુમલા શરૂ કર્યો છે. એવી સંભાવનાઓ છે કે, હુમલાઓમાં ઈરાનથી આવતા હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, સીરિયન આર્મીએ આ બંને હુમલાની જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. એવું પણ સામે આવી રહ્યું છે કે, અલેપ્પો એરપોર્ટ પર ઈઝરાયેલના હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. સીરિયાના મીડિયા અહેવાલ અનુસાર, સૈન્ય સૂત્રોના આધારે આ હુમલો આજે ઇઝરાયેલની સેના દ્વારા અલેપ્પો અને દમાસ્કસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટ છોડી કરવામાં આવ્યો હતો. જેના કારણે એરપોર્ટના રનવેને નુકસાન થયું છે. આ હુમલો ગાઝામાં ઈઝરાયેલના ગુનાઓ પરથી દુનિયાનું ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. ઉપરાંત ઈરાન દ્વારા ગાઝાને મોકલવામાં આવતા હથિયારોને લઈ જાણકરી મળી હતી જેના કારણે આ હુમલો થયાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Share.

Leave A Reply

Exit mobile version