Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે નોકરી કરતા લોકો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી છે. જેમાં દર મહિને 1 લાખ રૂપિયા સુધી કામ કરતા લોકોના ખાતામાં વધુમાં વધુ 15000 રૂપિયાના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ની મહત્વની જાહેરાત છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પહેલીવાર નોકરી મેળવનારા અને તેમને આપનારાઓને EPFO યોગદાન હેઠળ લાભ આપવામાં આવશે. 30 લાખ યુવાનોને તેનો લાભ મળશે.