કેરોલિન હર્ટ્‌ઝ ઓસ્ટ્રેલિયાની છે. ૭૬ વર્ષની હોવા છતાં તે તેના સ્લિમ ફીટ અને પરફેક્ટ બોડી માટે આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે. જાેકે, તેણે સોશિયલ મીડિયા પર તેના યુવા દેખાવ અને ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું છે. વ્યવસાયે બેકર હર્ટ્‌ઝનો દાવો છે કે, તેણે છેલ્લા ૩૫ વર્ષથી ખાંડ ખાધી નથી. તેમણે જણાવ્યું કે, ૪૧ વર્ષની ઉંમરે તેમને પ્રી-ડાયાબિટીક રોગ હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેમણે ખાંડવાળી બધી વસ્તુઓ છોડી દીધી હતી. હર્ટ્‌ઝે જણાવ્યું કે, તે તેના ભોજનમાં મીઠાશ ઉમેરવા માટે ખાંડને બદલે ઝાયલિટોલનો ઉપયોગ કરે છે. ઠઅઙ્મૈર્ંઙ્મ ખરેખર એક કૃત્રિમ ખાંડ છે. તે કુદરતી ખાંડથી ખૂબ જ અલગ છે. ઠઅઙ્મૈર્ંઙ્મ એ પોલીઓલ્સ તરીકે ઓળખાતા ખાંડના અવેજીના જૂથમાંથી એક છે. હર્ટ્‌ઝ તેની સુંદરતા અને ફિટનેસના રહસ્યો જાહેર કરે છે. તેણે જણાવ્યું કે, તે ૪૫ વર્ષની ઉંમરથી બાસ્કેટબોલ રમી રહી છે, ૬૫ વર્ષની ઉંમરથી યોગ કરી રહી છે અને દરરોજ ૮ કલાકની ઊંઘ લે છે. હર્ટ્‌ઝે ૪૫ વર્ષની ઉંમરે સ્વીટલાઈફ નામની કંપનીની સ્થાપના કરી. આમાં, તે ખાંડના વિકલ્પો વિશે માહિતી આપે છે. પોતાની વેબસાઈટ દ્વારા તે લોકોને ખાંડને બદલે ઝાયલીટોલ લેવાનું કહે છે. જેના કારણે તેની ઘણી ટીકા થઈ રહી છે. ઠઅઙ્મૈર્ંઙ્મ નો ઉપયોગ તેમની કંપનીના ઉત્પાદનોમાં સ્વીટનર તરીકે થાય છે. લોકો કહે છે, ‘ઝાયલિટોલ કુદરતી ખાંડ કરતાં વધુ ખતરનાક છે.’ લોકો કહે છે કે, કેરોલિન તેના દેખાવના રહસ્યો જાહેર કરવાના બહાને તેની કંપનીના ઉત્પાદનોની જાહેરાત કરે છે. તેણે ૪૦ વર્ષથી ઉપરની મહિલાઓના વજન વિશે પણ વાત કરી છે. તે કહે છે કે, ‘જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણું ચયાપચય ધીમો પડી જાય છે, તેનો સીધો અર્થ એ છે કે, આપણે નિયંત્રણમાં રહેવું પડશે અને તંદુરસ્ત પસંદગી કરવી પડશે અને થોડી મહેનત કરવી પડશે.’

Share.

Leave A Reply

Exit mobile version