Employment and Skill Training :  નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું, ‘નાણામંત્રીએ કહ્યું, ‘ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી મુદત માટે ફરી ચૂંટાયા છે. નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ ચમકી રહી છે.

આ સાથે તેમણે કહ્યું કે આખા વર્ષ અને તેના પછીના સમયગાળાને ધ્યાનમાં રાખીને, આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય તાલીમ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મને રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ અને અન્ય તકો પ્રદાન કરવા માટેની 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે જેનો 5 વર્ષના ગાળામાં 4.1 કરોડ યુવાનોને લાભ થશે. આ માટે કેન્દ્રીય ખર્ચ રૂ. 2 લાખ કરોડ છે.

Share.

Leave A Reply

Exit mobile version