પાકિસ્તાન અને શ્રીલંકાને બર્બાદ કર્યા પછી હવે ચીન કેટલાક સમયથી નેપાળ સાથે મૈત્રી બાંધવા પ્રયત્નો કરે છે. પરંતુ જે કોઈ ચીનની નજીક આવે છે, તે બર્બાદ થઈ જાય છે. તે રીતે નેપાળના પણ ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. તેને ચીને અબજાે રૂપિયાનો ચૂનો લગાડી દીધો છે.

થોડાં વર્ષો પૂર્વે નેપાળ એરલાઇન્સે ચીન પાસેથી ૬.૬૬ બિલિયન નેપાળી રૂપિયા (૫૦ મિલિયન ડોલર્સ)માં વિમાન ખરીદ્યાં હતાં. તે અંગે નેપાળનાં ન્યૂઝ પોર્ટલ કાઠમંડુ પોસ્ટ જણાવે છે કે, આ વિમાનો ખરાબ નીકળતાં તેને ગ્રાઉન્ડ કરવામાં આવ્યાં છે. તેની જેટલી કિંમત છે તેથી વધુ તેની તકલીફો છે.

નેપાળે ૨૦૧૪-૨૦૧૮ વચ્ચે કુલ છ વિમાનો ચીન પાસેથી ખરીદ્યાં હતાં. તેમાંથી એક તો ક્રેશ થઈ ગયું. બાકીનાં પાંચને ગ્રાઉન્ડ કરી દેવાં પડયાં. તેમાં બે ૫૬ સીટર એમ.એ.-૬૦, અને ત્રણ ૧૭ મીટર વાય-૧૨-ઈ. સામેલ છે. હવે આ વિમાનો પડયાં પડયાં ખરાબ થઈ રહ્યાં છે. બીજી તરફ દેવામાં ડૂબેલી નેપાળ-એરલાઇન્સ માટે તેને સંચાલિત કરવાં પણ મોંઘાં પડી જાય તેમ છે. આ ઉપરાંત યોગ્ય પાયલોટ્‌સની અછત, દુર્ઘટના અને અવિશ્વાસનીયતાને લીધે અધિકારીઓએ જલ્દી થી જલ્દી તે વિમાનોથી છૂટકારો મેળવવા ર્નિણય લીધો છે.

તેથી હવે તે વિમાનો માત્ર ૨૨૦ મિલિયન નેપાળી રૂપિયા (૧.૬૫ મિલિયન અમેરિકી ડોલરમાં વેચવા ર્નિણય લીધો છે.
વિમાનો ભાડાપટ્ટે આપવાનો ર્નિણય પણ લેવાયો હતો, પરંતુ કોઈ ભાડાપટ્ટે પણ લેવા તૈયાર ન થયું. આર્થિક રીતે તંગ આવેલી કંપનીએ મૂલ્યાંકન રીપોર્ટ માટે ૨૦,૦૦૦ ડોલર પણ ખર્ચી નાખ્યા. તે પછી જે રિપોર્ટ આવ્યો તે જાેઈ એક અધિકારીએ કહ્યું આ તો ભંગારનો ભાવ છે. નેપાળ એરલાઇન્સે માત્ર ૨૨૦ મિલિયન નેપાળી રૂપિયા (૧.૬૫ મિલિયન અમેરિકી ડોલર)માં તે વિમાનો વેચવા ર્નિણય લેતાં એક વરિષ્ઠ અધિકારીએ આક્રોશ ઠાલવતાં ઉપર પ્રમાણે કહ્યું હતું.

Share.

Leave A Reply

Exit mobile version