રશિયામાં સ્થિત પેસ્કોવ એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે, જે એસ્ટોનિયાની બૉર્ડર નજીક છે. આ વાતની જાણકારી સ્થાનિક ગવર્નર મિખાઈલ વેડેર્નિકોવે આજે આપી છે. તેમણે કહ્યું કે, ડ્રોન હુમલાના કારણે એરપોર્ટ પર ઉભેલા પ્લેન બરબાદ થઈ ગયા. પેસ્કોવના ગવર્નર હુમલાના સ્થાન પર હાજર હતા, તેમણે હુમલા સાથે જાેડાયેલો એક વીડિયો ટેલીગ્રામ પર પોસ્ટ કર્યો.
એક અહેવાલ અનુસાર, ગવર્નર મિખાઈલ વેડેર્નિકોવે જણાવ્યું કે, અમે પેસ્કોવ એરપોર્ટ પર ડ્રોન હુમલાને વિફલ કરી દીધો છે. તેમણે કહ્યું કે, અધિકારી નુકસાનનું આંકલન કરી રહ્યા છે પણ કોઈ જાનહાનીના સમાચાર નથી.
પેસ્કોવ યૂક્રેનની સરહદથી લગભગ ૮૦૦ કિલોમીટર દૂર સ્થિત છે. તેની આસપાસના વિસ્તાર યૂરોપીય સંઘના સભ્ય દેશો લાતવિયા અને એસ્ટોનિયાની સરહદોથી ઘેરાયેલા છે.

રશિયાના રક્ષા મંત્રાલય તરફથી કોઈ ટિપ્પણી નહોતી કરાઈ. જાે કે, તેમણે જણાવ્યું કે, આ ડ્રોન હુમલામાં ૪ પ્લેન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ગવર્નર મિખાઈલ વેડેર્નિકોવે લખ્યું કે, જ્યાં સુધી રનવેના સંભવિત નુકસાનનું આંકલન ન કરવામાં આવે ત્યાં સુધી એરપોર્ટ પર બુધવારની તમામ ઉડાનો રદ્દ કરી દેવામાં આવી છે.
યૂક્રેને તાજેતરના સપ્તાહોમાં મૉસ્કો સહિત અન્ય રશિયન વિસ્તારોમાં ડ્રોન હુમલાનો વરસાદ કરી દીધો છે. કીવે સમ ખાદ્યા છે કે તે રૂસને યુદ્ધ ખતમ કરવા માટે મજબૂર કરી દેશે. જ્યારે રશિયાએ એરપોર્ટ હુમલા બાદ જાણકારી આપી કે તેમના એર ફોર્સના જવાનોએ બ્લેક સીમાં ૪ યૂક્રેની જહાજને પોતાનું નિશાન બનાવ્યા. આ ૪ જહાજાેમાં કુલ ૫૦ યૂક્રેની સૈનિક હાજર હતા. રૂસી રક્ષા મંત્રાલયે ટેલીગ્રામ પર લખ્યું કે મૉસ્કોના સમય અનુસાર અડધી રાત્રે (૨૧૦૦ જીએમટી)ની આસપાસ એક પ્લેને ૪ હાઈ સ્પીડવાળી આર્મી બોટને બર્બાદ કરી દીધી.

Share.

Leave A Reply

Exit mobile version