યૂરોપિયન દેશ સ્કોટલેન્ડમાં અત્યારે નોકરી કરવાની શાનદાર તક છે. અહીં ફરવા અને નોકરી કરવા માટે વિવિધ કેટેગરીના વિઝા પણ ઉપલબ્ધ છે. તેવામાં આજે અહીં સ્કોટલેન્ડમાં અનસ્કિલ્ડ પ્રોફાઈલ ધરાવતા વર્કરની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. આથી કરીને આને ભરપાઈ કરવા માટે કર્મચારીઓની નિમણૂક કરાઈ રહી છે. અનસ્કિલ્ડ જાેબની વાત કરીએ તો આ એવા લોકો છે જેમની પાસે ઓછી કુશળતા છે અથવા તો તેમને ટેમ્પરરી બેઝ પર નોકરી આપવામાં આવે છે. આવા કર્મચારીઓને કંપનીને જેની જરૂર હોય તેના આધારે જ ભરતી કરવામાં આવે છે. સૌથી પહેલા સ્કોટલેન્ડમાં વિઝિટર વિઝા તરીકે અપ્લાય કરી વર્ક પરમિટ પણ મેળવી શકાય છે. એટલું જ નહીં અહીં યોગ્ય પ્રોસિજર દ્વારા આ તમામ પાર્ટ ટાઈમ જાેબના ઓફર લેટર લીધા બાદ વર્ક પરમિટ સરળતાથી મળી જાય છે. એના માટે ઓનલાઈન કોઈપણ વેબસાઈટ પરથી જાેબ એપ્લિકેશન આપી શકાય છે. જાેકે અનસ્કિલ્ડ વર્કરની જાેબ પરમેનેન્ટ નથી હોતી પરંતુ નિશ્ચિત સમયગાળા મુજબ જે માગ હોય એના આધારે હોય છે. જેમકે સ્કોટલેન્ડમાં ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની જાેબની અત્યારે અછત છે. તેવામાં વાહનોની સાફસફાઈથી લઈને તેને ઓપ્ટિમાઈઝ કરી પેમેન્ટ આપવા અને લેવાની કામગીરી આ પ્રોફાઈલમાં હોય છે. તેમાં ક્વોલિફિકેશન વધારે માન્ય રાખતું નથી.

આવી જ રીતે અહીં ફૂડ પ્રોડક્શન વર્કર, સિક્યોરિટી ગાર્ડ અને કંસ્ટ્રક્શન વર્કરમાં જાેરદાર ભરતી આવી છે. જેમાં કલાકના ૧૦થી ૧૫ યૂરો સુધી કમાણી કરવાની તક મળી જતી હોય છે. નોંધનીય છે કે કંસ્ટ્રક્શન વર્કર્સ તો વાર્ષિક ૨૬ હજાર યૂરો સુધી પણ કમાણી કરી શકે છે. આની સાથે જાે ફાર્મિંગમાં રસ હોય તેવા લોકોને પણ અહીં સારી નોકરી મળતી હોય છે. છૂટક મજૂરી જેને કહીએ તે પ્રકારની જાેબથી દૈનિક રોજગારી મળી જતી હોય છે. નોંધનીય છે કે દ્ગૐજી એક હેલ્થ કેર વીમો છે જેના માટે તમારે અરજી કરવી પડતી હોય છે. જાેકે સ્કોટલેન્ડમાં કાયદેસર કામ કરવું હોય તો વર્કિંગ હોલિડે વિઝા માટે એપ્લાય કરવું અનિવાર્ય છે. અહીં આ વિઝા ઝડપથી ઈશ્યૂ પણ થઈ જતા હોવાનો દાવો કરાઈ રહ્યો હોય છે. આના પરિણામે જ લોકો વર્કિંગ હોલિડે વિઝાના બેઝ પર ત્યાં જાય છે રોજિંદુ કામ મેળવીને વિકેન્ડમાં ફરવાની સાથે યૂરો પણ કમાઈ લેતા હોય છે. ઉલ્લેખનીય છે કે અનસ્કિલ્ડ જાેબ માટે ઝ્રફની જરૂર નથી પરંતુ તે જાે તમારી પાસે હોય તો નોકરીની ઉત્તમ તક તમને મળી જતી હોય છે. આ પ્રમાણે હોલિડેની સાથે જાે વર્કિંગ વિઝા લઈને જશો તો મોટાપાયે તમને નોકરી મળી જવાની સંભાવના પણ રહેશે.

Share.

Leave A Reply

Exit mobile version