ભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ હેવીવેઇટ ચેમ્પિયન બ્રે વ્યાટે દુનિયાને અલવિદા કહી દીધું છે. ૩૬ વર્ષની વયે તેમના નિધનના સમાચારને કારણે ડબલ્યુડબલ્યુઈજગતમાં શોકનો માહોલ છે. ડબલ્યુડબલ્યુઈના જાણીતા રેસલર બ્રે વ્યાટના મૃત્યુના કારણનો હજુ ખુલાસો થયો નથી.તેમના નિધનના સમાચાર પિતા માઇક રોટુન્ડાએ આપ્યા હતા. અહેવાલ અનુસાર તેઓ કોઇ ગંભીર બિમારી સામે લડી રહ્યા હતા. ભૂતપૂર્વ યુનિવર્સલ ચેમ્પિયન બ્રેએ ૩૬ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેવાથી સમગ્ર વિશ્વમાં તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. ડબલ્યુડબલ્યુઈએ તેમજ અન્ય રેસલરોએ એક્સપર પોસ્ટ કરીને બ્રે વ્યાટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બ્રે વ્યાટ ડબલ્યુડબલ્યુઈના ખતરનાક કુસ્તીબાજાેમાંથી એક હતા. તેમનો જન્મ અમેરિકાના ફ્લોરિડા શહેરમાં થયો હતો. તેમનું સાચું નામ વિન્ડહામ રોટુન્ડા હતું. ટ્રિપલ એચએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના મૃત્યુના સમાચાર આપ્યા હતા.
મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, બ્રે વ્યાટનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આ વર્ષની શરૂઆતમાં તેઓ કોવિડ ૧૯નો શિકાર બન્યા હતા. આ કારણે તેની હ્રદયની બીમારી થોડી વધી ગઈ હતી. જેના કારણે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. વર્ષ ૨૦૦૯ માં તેમણે ફ્લોરિડા ચેમ્પિયનશિપ રેસલિંગમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો.વ્યાટ કુસ્તીની દુનિયામાં જાણીતો ચહેરો હતો. તેણે ડબલ્યુડબલ્યુઈમાં ઘણી સિદ્ધિ મેળવી હતી. તેના જવાથી ડબલ્યુડબલ્યુઈમાટે મોટી ખોટ પડશે.

Share.

Leave A Reply

Exit mobile version