ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝામાં કોહરામ મચી ગયો છે. ગાઝામાં ચારે તરફ તબાહીનું મંજર છે. ગાઝાની હોસ્પિટલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૨૦ બાળકો સહિત ૨૫૬ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ૧,૭૮૮ લોકો ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે ઈઝરાયેલી દળોએ ગાઝા શહેરના તાલ અલ-હવા પડોશ અને રેડ ક્રિસેન્ટની અલ-કુદ્‌સ હોસ્પિટલને ટાર્ગેટ બનાવી હતી.જ્યાં સેંકડો પરિવારોએ ઈઝરાયેલી બોમ્બમારોથી રક્ષણ મેળવવા માટે આશ્રય લીધો હતો.

ઈઝરાયેલી બોમ્બમારાથી સમગ્ર ગાઝા પટ્ટીમાં ડઝનેક ઘરો અને રહેણાંક ઈમારતોનો ધવસ્ત થઈ ગઈ છે. આ જ કારણ છે કે દક્ષિણમાં આવેલી નાસર અને અબુ યુસુફ અલ-નજ્જર હોસ્પિટલો બોમ્બ ધડાકાથી ક્ષતિગ્રસ્ત થયા બાદ ઘાયલોને મદદ કરવા સક્ષમ નથી. પેલેસ્ટાઈન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૭ ઓક્ટોબરના રોજથી ચાલુ કરવામાં હમાસ હુમલા બાદથી કબજા વાળા વેસ્ટ બેન્કમાં ઈઝરાયેલી ગોળીબારમાં ઓછામાં ઓછા ૫૨ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેરિકો શહેરમાં ઈઝરાયેલી સૈનિકોના ગોળીબારમાં એક પેલેસ્ટિનિયનનું મોત થઈ ગયુ છે. પેલેસ્ટાઈન આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ૨૭ વર્ષીય મહમૂદ શહાદેના માથામાં ગોળી લાગ્યા બાદ જેરિકો સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર્સ તેમને બચાવી ન શક્યા. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, તેમણે દક્ષિણ લેબનોનથી પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ લડવૈયાઓને ઠાર કર્યા છે. ઈઝરાયેલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સેનાએ એક આતંકવાદી સેલની ઓળખ કરી છે જેણે લેબનોનથી ઈઝરાયેલના વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે એક ડ્રોન હુમલામાં સેનાએ આતંકવાદી સેલને નિશાન બનાવ્યું અને અનેક આતંકીઓ માર્યા ગયા છે.

Share.

Leave A Reply

Exit mobile version