તાઈવાનનું એક હિન્દુ મંદિર ખૂબ ચર્ચામાં છે. જેનું ઉદ્ધાટન હાલમાં જ થયું છે. આ મંદિર તાઈવાનની રાજધાની તાઈપેમાં આવેલું છે. આ મંદિરને તાઈવાન અને ભારતની વચ્ચેના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી બંને દેશની વચ્ચે સાંસ્કૃતિક સંબંધો પર ઊંડી અસર પાડશે.સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તાઈવાનનો એક માત્ર વિસ્તાર હિન્દુ મંદિરને સબકા મંદિર નામ રાખવામાં આવ્યું છે. જેનાથી હિન્દુ સમુદાયમાં ખુશીની લહેર છે. તાઈવાનમાં રહેતા ભારતીય નાગરિક સના હાશમીએ ઉૈર્ંંદ્ગ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે આ મંદિરની સ્થાપના ભારતમાં ભારતીય સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધને પ્રોત્સાહન આપવા માટે તાઈવાનની ઊંડી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. મંદિરનું ઉદ્ધાટન ભારત-તાઈવાન સંબંધોની સાંસ્કૃતિક કહાનીમાં એક ઐતિહાસિક ક્ષણ છે.

સબકા મંદિર પર તાઈવાનમાં આઈઆઈટી ઈંડિયંસની સંસ્થાપક ડો. પ્રિયા લાલવાની પુર્સવેનીએ પણ પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે, આ ન ફક્ત તાઈવાનમાં રહેનારા ભારતીયો સાથે પણ તાઈવાનના નાગરિકો માટે પણ મહત્વપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે, આ ઉપલબ્ધિનો શ્રેય બે દાયકાથી તાઈવાનમાં વસેલા ભારતીય પ્રવાસી અને એક પ્રસિદ્ધ ભારતીય રેસ્ટોરન્ટના માલિક એન્ડી સિંહ આર્યને આપવા જઈ રહ્યા છે.સબકા મંદિરમાં ભગવાન શંકર, શ્રીરામની પ્રતિમા સહિત અન્ય દેવી દેવતાઓની પ્રતિમાઓ લાગેલી છે. જેનાથી તાઈવાનમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોમાં ખુશીની લહેર છે. તાઈવાનમાં રહેતા અમુક ભારતવંશી આ ખબર પર નવાઈ લાગી રહી છે. આ તાઈવાનનું પ્રથમ મંદિર માનવામાં આવી રહ્યું છે. જ્યાં ભારતીય સમુદાય એકઠા થઈ શકે છે. આ જગ્યાએ પહેલાથી એક ઈસ્કોન મંદિર અને એક ભગવાન ગણેશ મંદિર હતું. તાઈવાને હાલમાં જ મુંબઈમાં તાઈપે આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપિત કરવાની યોજના વિશે જણાવ્યું હતું.

Share.

Leave A Reply

Exit mobile version