આફ્રિકન દેશ નાઈજીરિયામાં કટ્ટરવાદી સંગઠનો છાશવારે આતક મચાવતા રહે છે. હવે નાઈજીરિયાના બોર્નો નામના રાજ્યમાં કટ્ટરવાદીઓએ હુમલો કરીને ૪૨ મહિલાઓનુ અપહરણ કરીને હાહાકાર મચાવી દીધો છે.
સ્થાનિક લોકોએ મીડિયાને આ જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ મહિલાઓ ગ્રામ્ય વિસ્તારમાં લાકડા ભેગા કરી રહી ત્યારે ક્ટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો.

આ સ્થળ આતંકી સંગઠન બોકો હરામનો ગઢ મનાય છે. જે છેલ્લા ૨૪ વર્ષથી નાઈજીરિયાના અમુક વિસ્તારમાં સક્રિય છે. જેમનુ અપહરણ કરાયુ છે તે મહિલાઓ રાહત છાવણીમાં રહે છે અને લાકડા વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે. સ્થાનિક વહિવટીતંત્રનુ કહેવુ છે કે, મંગળવારે બનેલી ઘટનાની જાણકારી બુધવારે મોડી રાત્રે મળી હતી.
આ મહિલાઓ હજી પણ કટ્ટરવાદીઓના કબ્જામાં છે. દરેક મહિલાને છોડવા માટે તેમણે ૫૦૦૦૦ નાયરા (નાઈજીરિયન ચલણ)ની માંગણી કરી છે. સ્થાનિક લોકો મહિલાઓને છોડાવવા માટે વાતચીત કરી રહ્યા છે.

Share.

Leave A Reply

Exit mobile version