એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જાેવા મળી રહી છે. આ દરમિયાન ૨૦૨૨થી જ દુનિયાભરમાં મંદી નું સંકટ જાેવા મળી રહ્યું છે. જાેકે હવે તેની અસર દિગ્ગજ કંપનીઓ પર થઈ રહી છે અને તેના પગલે મોટાપાયે છટણીનો માહોલ સર્જાયો છે.

કર્મચારીઓની છટણી કરવાની યાદીમાં દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ થી લઈને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સૌથી આગળ રહી છે. જાેકે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ નોકિયા ઉમેરાઈ ગયું છે. નોકિયાએ તેના ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનો ર્નિણય લીધો છે.

અહેવાલ અનુસાર ફિનિશ ટેલીકોમ ગિયર ગ્રૂપ નોકિયા (નોકિયા.એચઈ) એ કહ્યું કે ઉત્તર અમેરિકા જેવા બજારોમાં ૫જીડિવાઈસના ધીમા વેચાણને લીધે ત્રીજા ત્રિમાસિકમાં સેલ્સમાં મોટો ઘટાડો થયો છે. વેચાણમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ ૧૪,૦૦૦ નોકરીઓમાં ઘટાડો કરવાનો ર્નિણય લેવાયો છે. આ છટણીની સાથે જ કંપનીના વર્તમાન કર્મચારીઓની સંખ્યા ૮૬,૦૦૦થી ઘટીને ૭૨,૦૦૦ થઈ જશે

Share.

Leave A Reply

Exit mobile version