અમેરિકાની આઈટી કંપનીઓમાં અત્યારે ઉથલપાથલની સ્થિતિ ચાલે છે જેની કારણે કેટલીક કંપનીઓમાં નવો સ્ટાફ લેવાય છે અને તેની સાથે સાથે અનુભવીઓની છટણી પણ થાય છે. તેના કારણે ભારતથી અમેરિકા ગયેલા H -1B વિઝાધારકો માટે મુંઝવણની સ્થિતિ છે. અમેરિકામાં કામ કરવા અને વસવાટ કરવા માગતા ભારતીયોમાં H -1B વિઝાની સારી ડિમાન્ડ હોય છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં સમાપ્ત થયેલા વર્ષમાં કુલ ચાર લાખથી વધારે H -1B વિઝા ઈશ્યૂ થયા હતા તેમાં એકલા ભારતીયોનો ૭૪ ટકા હિસ્સો હતો. જાેકે, ત્યાર પછી અનેક સેક્ટરમાંથી જાેબ ઓછી થઈ છે જેના કારણે H -1B વિઝાધારકોની છટણી કરવામાં આવી છે. આવા લોકો માટે EB-5 વિઝા એક સારો વિકલ્પ સાબિત થયો છે. H -1B વિઝાધારકની નોકરી જાય ત્યાર પછી તેણે ૬૦ દિવસની અંદર નવી કંપનીમાં જાેબ શોધી લેવાની હોય છે. જાે તેઓ આટલા દિવસમાં જાેબ શોધી ન શકે તો તેમણે અમેરિકા છોડવાની ફરજ પડે છે. H -1B વિઝાને લગતા ઘણા પ્રશ્નો છે જેમ કે તેનો વાર્ષિક ક્વોટા બહુ મર્યાદિત છે, લોટરી સિસ્ટમ લાગુ થાય છે, તેમાં બહુ ભારે કોમ્પિટિશન ચાલે છે, પોલિસીમાં ચેન્જ થતો રહે છે અને વિઝાના પ્રોસેસિંગમાં પણ વિલંબ થાય છે. આવા લોકો માટે ઈબી-૫ વિઝા ઘણો સારો વિકલ્પ છે. તેના હેઠળ ગ્રીન કાર્ડ પણ મળી જાય છે. EB-5 ને ઈમિગ્રન્ટ ઈન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એચ-૧બીની તુલનામાં અનિશ્ચિતતાનું પ્રમાણ ઓછું હોય છે. આ વિઝા અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા આપવામાં આવે છે અને તે અમેરિકામાં કાયમી વસવાટનો માર્ગ ખોલી આપે છે .

EB-5 વિઝા માટે ક્વોલિફાય થવા માટે રોકાણકારોએ માન્યતા ધરાવતા કોમર્શિયલ સાહસમાં ઓછામાં ઓછા ૯ લાખ ડોલરનું રોકાણ કરવું આવશ્યક છે. રોકાણકારો એ TEAમાં મૂડી રોકી હોય તો $1.8 મિલિયનનું રોકાણ કરીને પણ લાયક બની શકે છે. એચ-૧બી વિઝામાં તમને એમ્પ્લોયરની સ્પોન્સરશિપની જરૂર પડે છે જ્યારે ઈબી-૫ વિઝામાં તમારે કોઈ ચોક્કસ એમ્પ્લોયર પાસે કામ કરવું પડતું નથી. તેના બદલે તમે જેમાં કારકિર્દી આગળ વધારવા માગો તેમાં આગળ જઈ શકો છો. ઈમ્-૫ બીજી ઘણી રીતે એચ-૧બી વિઝા કરતા ફાયદાકારક છે. તેમાં તમને અમેરિકામાં ગમે ત્યાં વસવાટ કરવાની અને કામ કરવાની તક મળે છે. યુએસમાં એચ-૧બી વિઝા પર કામ કરતા લોકો EB-5 સ્ટેટસ માટે અરજી કરી શકે છે. તેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ કાર્ડ અને એડવાન્સ પેરોલ માગી શકે છે. એક્સપર્ટનું પણ માનવું છે કે જે ભારતીયો હાલમાં એચ-૧બી વિઝા પર અમેરિકા આવેલા છે અને યુએસમાં કાયમ માટે વસવાટ કરવા માગે છે તેમણેબ EB-5 વિઝાનો માર્ગ અપનાવવો જાેઈએ. આ વિઝા તેમને સ્થિરતા અને સ્વતંત્રતા આપશે તથા તેઓ અમેરિકામાં ઈચ્છે તે રીતે આગળ વધી શકશે. એચ-૧ બી વિઝાની સાથે કેટલાક નેગેટિવ પાસા જાેડાયેલા છે જેના કારણે વિઝાની અરજી કરનારાઓની ચિંતા વધી જાય છે. અમેરિકામાં એફ૧ તથા એચ-૧બી વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા ગણવામાં આવે છે. તેથી તેના આધારે પર્મેનન્ટ રેસિડન્સી મેળવવી મુશ્કેલ છે.

Share.

Leave A Reply

Exit mobile version