ગૂગલ મેપનો ઉપયોગ કરતા કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે તેમને એન્ટાર્કટિકામાં કહેવાતા નાઝી બંકર મળ્યા છે. તેમનો સૌથી મોટો દાવો એ છે કે નાઝી જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર બીજા યુદ્ધમાં બચી ગયા બાદ એન્ટાર્કટિકામાં બનેલા આ બંકરમાં રહેવા આવ્યો હતો. અહીં તેમણે તેમના જીવનનો લાંબો સમય પસાર કર્યો. આ દાવાથી લોકોને આશ્ચર્ય થયું છે. વાસ્તવમાં, બીજા વિશ્વ યુદ્ધ વિશે ઘણી પ્રકારની અફવાઓ છે. આમાં સૌથી મોટી અફવા એ છે કે નાઝી જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર જર્મનીથી ભાગી ગયો હતો. કેટલાક લોકો કહે છે કે તેણે મૃત્યુ સુધીનો સમય આજેર્ન્ટિનામાં વિતાવ્યો હતો. જાેકે, એ સાબિત થઈ ચૂક્યું છે કે હિટલરે બર્લિનમાં બનેલા બંકરમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તે જ સમયે તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ, એક ફેસબુક યુઝરે આ કહેવાતા નાઝી બંકરને શોધવાનું કામ કર્યું છે. તેણે તેની તસવીર પણ શેર કરી છે. યુઝરે ગૂગલ મેપ દ્વારા બંકર શોધી કાઢ્યું હતું. તસવીર જાેઈને લાગે છે કે એન્ટાર્કટિકાના બર્ફીલા ખડકોમાં એક ચોરસ દરવાજાે છે. જ્યારે આ તસવીર સામે આવી તો કેટલાક લોકોએ તેને સરકારનું સીક્રેટ બેસ ગણાવ્યું તો કેટલાકે તેને હિટલરનું બંકર પણ ગણાવ્યું. કેટલાક લોકોનું કહેવું છે કે નાઝી જર્મનીના અધિકારીઓએ એન્ટાર્કટિકામાં એક ગુપ્ત અડ્ડો બનાવ્યો હતો, જેથી તેઓ યુદ્ધથી બચી શકે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ૧૯૩૮માં નાઝી જર્મનીએ એન્ટાર્કટિકામાં એક મિશન મોકલ્યું હતું, જેનું કામ વ્હેલ માછલી દ્વારા તેલ કાઢવાનું હતું. લોકોનો દાવો છે કે તે જ સમયે આ બંકર તૈયાર કરવામાં આવ્યું હતું અને પછી યુદ્ધથી બચવા માટે હિટલર અહીં રહેવા લાગ્યો. આ તસવીરને લઈને હજુ સુધી કોઈ મોટી એજન્સીનું નિવેદન આવ્યું નથી. પરંતુ આ પહેલા પણ આવી તસવીરો શેર કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું છે.

આ ચિત્ર સાથે પણ એવું જ છે. તેનું સૌથી મોટું કારણ ખુદ હિટલરનું મૃત્યુ છે. લોકો કહે છે કે હિટલરે અહીં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ વાસ્તવિક સત્ય એ છે કે તેમનું મૃત્યુ ૧૯૪૫માં જ થયું હતું. તેના દાંતના નમૂના દ્વારા મૃત્યુની પુષ્ટિ થઈ હતી. હિટલર બર્લિનમાં બનેલા બંકરમાં છુપાયેલો હતો. ૩૦ એપ્રિલે તેણે પહેલા સાઈનાઈડ કેપ્સ્યુલ ખાધી અને પછી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જર્મન અધિકારીઓએ પણ બંકરમાંથી હિટલરનો મૃતદેહ મેળવ્યો હતો. જાે કે, આ હકીકતમાં ચોક્કસપણે સત્ય છે કે ઘણા નાઝી અધિકારીઓ પોતાનો જીવ બચાવીને આજેર્ન્ટિના જેવા દૂરના દેશોમાં ગયા હતા. આ કારણોસર, હિટલરના અસ્તિત્વની અફવાઓ ઉડતી રહે છે.

Share.

Leave A Reply

Exit mobile version