પ્લેનમાં બેસવું આજે પણ અનેક લોકોનું સપનું હોય છે. લોકો પ્લેનને પસાર થતા આશ્ચર્યથી જાેઈ રહેલા હોય છે. એમાં પણ પ્રાઈવેટ જેટ એટલે કે પોતાનું પ્લેન હોવું તો લક્ઝરી માાનવામાં આવે છે. એવામાં આજે એક એવા ગામની વાત કરીશું જેના મોટાભાગના લોકો પાસે પોતાનું પ્લેન છે અને તેમાં જ તેઓ નાસ્તો કરવા માટે અને ફરવા માટે જાય છે. વાત છે અમેરિકાના ફ્લોરિડા પ્રાંતની સ્પ્રૂસ ક્રિક. આ ગામને રેસિડેન્સિયલ એરપાર્ક પણ કહેવામાં આવે છે. આ ગામમાં ૧૩૦૦ ઘર છે. જેમાં ૫૦૦૦ લોકો રહે છે. આમાંથી અડધાથી વધારે એટલે કે ૭૦૦થી વધુ ઘરના લોકો પાસે પોતાનું પ્લેન છે. જે તમને તેમના ઘરની આગળ પાર્ક થયેલા જાેવા મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ ગામમાં રહેતા મોટાભાગના લોકો તાલીમ લીધેલા પાયલટ છે. એવામાં તેઓ પ્લેન રાખે અને ઉડાવે તે સામાન્ય વાત છે. પરંતુ આ ગામમાં અનેક જાણીતા વકીલ, ડૉક્ટર અને એન્જીનિયર્સ પણ રહે છે. તેઓ પણ પ્લેન રાખવાના શોખી છે. તેમણે પણ પ્લેન ઉડાડવાની તાલીમ લીધી છે. પ્લેનને ઉડાવવા અને લેન્ડ કરાવવા ગામની બહાર રનવે છે. ઘરેથી તેઓ કારની જેમ ચલાવતા રનવે સુધી લઈ જાય છે અને ત્યાંથી તેમને ગંતવ્ય સ્થાને પહોંચે છે.મજાની વાત તો એ છે કે, આ ગામના મોટાભાગના લોકો દરેક શનિવારે રનવે પર ભેગા થાય છે અને ત્યાંથી પ્લેન ઉડાવીને પ્રાંતના કોઈ મોટા એરપોર્ટ પર જઈને નાસ્તો કરે છે. જે બાદ તેઓ પરત ફરે છે. જાે કે, અમેરિકાનું આ માત્ર એક જ આવું ગામ નથી. ટેક્સાસ, વૉશિંગ્ટન, કેલિફોર્નિયા, એરિઝોના અને કોલોરાડો સહિત અનેક પ્રાંત એવા છે જેમાં આવા નજારા જાેવા મળી શકાય છે. અમેરિકાની પ્રતિ વ્યક્તિ આવક ઉંચી છે એટલે તેમનું આવી રીતે પ્લેન ખરીદવું પણ સામાન્ય છે.

Share.

Leave A Reply

Exit mobile version