અમેરિકાના વ્હાઈટ હાઈસ ખાતે બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોને રાષ્ટ્રપતિ જાે બાયડેન દ્વારા નેશનલ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ મેડલ ઓફ સાયન્સ એ રાષ્ટ્રનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન છે.

અમેરિકિ રાષ્ટ્રપતિ જાે બાયડેને ગઈકાલે વ્હાઈટ હાઉસ માં બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશ ને નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન અને નેશનલ મેડલ ઓફ સાયન્સ એનાયત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વૈજ્ઞાનિકોએ જીવનરક્ષક તબીબી સારવારને સક્ષમ કરવા, એપીયોઈડ રોગચાળા સામે લડવામાં મદદ કરવા અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા વગેરે સહિત ઘણી શોધ કરી છે.

નેશનલ મેડલ ઓફ સાયન્સ એ રાષ્ટ્રનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન છે, જેની સ્થાપના યુએસ કોંગ્રેસ દ્વારા ૧૯૫૯માં કરવામાં આવી હતી અને યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. આ યુનાઇટેડ સ્ટેટ્‌સના રાષ્ટ્રપતિ દ્વારા જીવન વિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન, શૈક્ષણિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ભૂવિજ્ઞાન, ગાણિતિક અને ભૌતિક વિજ્ઞાન અને સામાજિક, વ્યવહારિક અને આર્થિક વિજ્ઞાનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે વિશેષ માન્યતાને પાત્ર વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે.

Share.

Leave A Reply

Exit mobile version